AAP MLAને 15 કરોડ રૂપિયાની ઓફર બાબતે ACB તપાસ શરૂ, LGના આદેશ પર ટીમ કેજરીવાલના ઘરે જવા રવાના
- દિલ્હીમાં મતદાન બાદથી AAP અને BJP વચ્ચે ભારે રાજકારણ ચાલી રહ્યું છે
- LG VK સક્સેનાએ AAP MLAને 15 કરોડ રૂપિયાની ઓફરની તપાસના આદેશ આપ્યા છે
- AAPના 7 ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી હતી
Delhi assembly election 2025 : પરિણામો પહેલા દિલ્હીમાં જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે. LG VK સક્સેનાએ AAP ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફરની તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, ACB ટીમો કેજરીવાલ, મુકેશ અહલાવત અને સંજય સિંહના ઘરે જવા રવાના થઈ ગઈ છે.
દિલ્હીના LG VK સક્સેનાએ ACB તપાસના આદેશ આપ્યા
દિલ્હીમાં AAP ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર આપવાના કેસમાં દિલ્હીના LG VK સક્સેનાએ ACB તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, ACB ની એક ટીમ અરવિંદ કેજરીવાલ અને મુકેશ અહલાવતના ઘર તરફ જવા રવાના થઈ ગઈ છે. LGએ કહ્યું કે, આ મામલે સત્ય બહાર લાવવા માટે ACB દ્વારા ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે, દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે LG VK સક્સેનાને પત્ર લખીને AAPના વર્તમાન ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપો પર ACB અને અન્ય કોઈપણ તપાસ એજન્સીને કેસ નોંધવા અને તપાસ કરવાનો નિર્દેશ આપવા જણાવ્યું હતું.
AAPના 7 MLAને 15 કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી
દિલ્હીમાં મતદાન બાદથી AAP અને BJP વચ્ચે ભારે રાજકારણ ચાલી રહ્યું છે. ગુરુવારે, મતદાનના એક દિવસ પછી, AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે AAPના 7 ધારાસભ્યોને ફોન આવ્યા હતા અને તેમને 15 કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે નામ અને પુરાવા પણ શેર કરીશું. સંજય સિંહે કહ્યું કે, ભાજપના સાત ધારાસભ્યોના ફોન આવ્યા છે, જેમાં તેમને AAP છોડીને ભાજપમાં જોડાવા માટે 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.
BJP Delhi General Secretary Visshnu Mittal urged an investigation into AAP’s claims that BJP offered ₹15 crore each to seven MLAs to defect. He requested an FIR and an Anti-Corruption Bureau probe, noting AAP provided no evidence for the allegations pic.twitter.com/j7ApJZB9e6
— IANS (@ians_india) February 7, 2025
આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની પુછપરછ માટે ACB ની ટીમ રવાના, 15 કરોડની ઓફરની થશે તપાસ
મરી જઈશ પણ કેજરીવાલનો સાથ નહીં છોડું
સંજય સિંહે વધુમાં કહ્યું કે, અમે ધારાસભ્યોને આ પ્રકારના ઓડિયો કોલ રેકોર્ડ કરવા અને તેની ફરિયાદ કરવા અને જો શક્ય હોય તો મિટિંગ દરમિયાન છુપાયેલા કેમેરાથી તેનો વીડિયો બનાવવા જણાવ્યું છે. ભાજપે દિલ્હીમાં પાર્ટી તોડવાની રાજનીતિ શરૂ કરી દીધી છે. સંજય સિંહ ઉપરાંત મુકેશ અહલાવતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, હું મરી જઈશ, મને કાપી નાખશો તો પણ હું અરવિંદ કેજરીવાલનો સાથ ક્યારેય નહીં છોડું. બીજેપી ધારાસભ્યોએ કહ્યું હતુ કે, તેમની સરકાર બની રહી છે, તેઓ તેમને મંત્રી બનાવશે અને 15 કરોડ રૂપિયા પણ આપશે.
આ પણ વાંચો : ગ્રેટર નોએડા: પોશ સોસાયટીમાં દૂષિત પાણી, હજારો લોકો પડી ગયા બિમાર


