Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Admiral Dinesh K Tripathi: ભારતીય નૌકાદળના નવા સેનાચીફે કમાન સંભાળતા સૈનિકોમાં જોશ ભર્યો

Admiral Dinesh K Tripathi: ભારતીય નૌકાદળ (Indian Navy) ના 26 માં પ્રમુખ પદ પર અને ભારતીય દરિયાના દુશ્મનોને નસ્તી-એ-નાબૂદ કરવા માટે નવા એડમિરલનને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ પર સંચાર અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ નિષ્ણાત એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી (Admiral...
admiral dinesh k tripathi  ભારતીય નૌકાદળના નવા સેનાચીફે કમાન સંભાળતા સૈનિકોમાં જોશ ભર્યો
Advertisement

Admiral Dinesh K Tripathi: ભારતીય નૌકાદળ (Indian Navy) ના 26 માં પ્રમુખ પદ પર અને ભારતીય દરિયાના દુશ્મનોને નસ્તી-એ-નાબૂદ કરવા માટે નવા એડમિરલનને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ પર સંચાર અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ નિષ્ણાત એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી (Admiral Dinesh K Tripathi) ને કમાન સોંપવામાં આવી છે. ભારતીય નૌકાદળમાં આર હરિ કુમારની નિવૃતિ થયા બાદ આ કમાન સંભાળી છે.

  • સમુદ્રમાં યુદ્ધ જીતવા માટે તૈયાર રહેવું જોઈએ

  • આત્મનિર્ભરતા વધારવાના પ્રયાસોને પ્રાથમિકતા

  • INS વિનાશની કમાન સંભાળી હતી

જોકે દિનેશ કુમાર ત્રિપાઠી (Admiral Dinesh K Tripathi) એ એવા સંજોગોમાં કાર્યભાલ સંભાળ્યો છે, જ્યારે લાલ સમુદ્રમાં અને ખાડીના દેશની સરહદો પર આવેલા દરિયાઈ વિસ્તારમાં ભારે સંઘર્ષનો માહોલ સર્જાયો છે. તેમાં હુતી લુંટેરાઓ અને અન્ય જહાજ જપ્ત કરનારી ટુકડીઓનો સમાવેશ કરવામાં આવે છે. તો દિનેશ કુમાર ત્રિપાઠી (Admiral Dinesh K Tripathi) ભૂતકાળમાં દિનેશ કુમાર ત્રિપાઠી Indian Navy ના સ્ટાફમાં ઉપ પ્રમુખ પદ પર હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Congress નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમ વિરુદ્ધ કેસ દાખલ, ‘વોટ જેહાદ’ની કરી હતી અપીલ…

સમુદ્રમાં યુદ્ધ જીતવા માટે તૈયાર રહેવું જોઈએ

એડમિરલ ત્રિપાઠી (Admiral Dinesh K Tripathi) એ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં Indian Navy યુદ્ધ માટે સંયુક્ત, ભરોસાપાત્ર અને ભવિષ્યના પડકારોને માત આપી શકે તે રીતે તૈયાર થયું છે. દરિયાઈ ક્ષેત્રમાં હાલના અને ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને, Indian Navy ને સંભવિત પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવા માટે દરેક સમયે કાર્યરત રીતે તૈયાર રહેવું પડશે અને જો કહેવામાં આવે તો સમુદ્ર અને સમુદ્રમાં યુદ્ધ જીતવા માટે તૈયાર રહેવું પડશે. નવા નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે મારું એકમાત્ર ધ્યાન અને પ્રયાસો આ દિશામાં રહેશે.

આત્મનિર્ભરતા વધારવાના પ્રયાસોને પ્રાથમિકતા

Indian Navy ના પ્રમુખે (Admiral Dinesh K Tripathi) એમ પણ કહ્યું કે તેઓ આત્મનિર્ભરતા વધારવા માટે Indian Navy ના ચાલી રહેલા પ્રયાસોને આગળ વધારવાને પ્રાથમિકતા આપશે. તેમણે કહ્યું કે હું Indian Navy ના આત્મનિર્ભરતા તરફ ચાલી રહેલા પ્રયાસોને પણ મજબૂત બનાવશે, નવી ટેક્નોલોજીનો પરિચય કરાવવામાં અને વિકસિત ભારત માટેના અમારા સામૂહિક પ્રયાસોમાં રાષ્ટ્રીય વિકાસનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બનશે.

આ પણ વાંચો: ED : શું અરવિંદ કેજરીવાલને મળશે જામીન? SC એ ED ને પૂછ્યા તીખા પ્રશ્નો…

Admiral Dinesh K Tripathi નો જન્મ 15 મે 1964 ના રોજ થયો હતો. દિનેશ કુમાર ત્રિપાઠી સૈનિક સ્કૂલ, રીવાનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. તેઓ 1 જુલાઈ, 1985 ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા હતા. Wise Admiral Dinesh K Tripathi, Communications and Electronic Warfare Expert, લગભગ 39 વર્ષની લાંબી કારકિર્દી ધરાવે છે.

INS વિનાશની કમાન સંભાળી હતી

Indian Navy ના વાઇસ ચીફનું પદ સંભાળતા પહેલા, તેઓ પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેટ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. તેણે INS વિનાશની કમાન્ડ સંભાળી હતી. આ ઉપરાંત રીઅર એડમિરલ તરીકે તેઓ ઈસ્ટર્ન ફ્લીટના કમાન્ડિંગ ફ્લીટ ઓફિસર રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ઈન્ડિયન નેવલ એકેડમી ઈઝીમાલાના કમાન્ડન્ટ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: J&K: અનંતનાગ બેઠક પર મતદાન મોકૂફ, હવે આ તબક્કામાં થશે મતદાન…

Tags :
Advertisement

.

×