Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોરવેલમાં પડી ગયેલી બાળકીને 18 કલાકની મહેનત બાદ આખરે સુરક્ષિત બચાવી લેવાઈ

18 કલાકની મહેનત બાદ બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવી લેવાઈ બાળકી લગભગ 38 ફૂટની ઉંડાઈ ફસાઈ ગઇ હતી બાળકીને બહાર કાઢવા માટે NDRF-SDRF ની ટીમે કરી સખત મહેનત Child girl fell into borewell : બુધવારે, રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક...
બોરવેલમાં પડી ગયેલી બાળકીને 18 કલાકની મહેનત બાદ આખરે સુરક્ષિત બચાવી લેવાઈ
Advertisement
  • 18 કલાકની મહેનત બાદ બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવી લેવાઈ
  • બાળકી લગભગ 38 ફૂટની ઉંડાઈ ફસાઈ ગઇ હતી
  • બાળકીને બહાર કાઢવા માટે NDRF-SDRF ની ટીમે કરી સખત મહેનત

Child girl fell into borewell : બુધવારે, રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક દુર્ઘટના બની હતી, જ્યાં અઢી વર્ષની એક બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને ચિંતામાં મૂકી દીધો હતો, સૌ કોઇ આ બાળકી હેમ ખેમ બહાર આવી જાય તેની પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, 18 કલાકની કઠિન મહેનત બાદ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે.

બોરવેલમાં ફસાઈ ગયેલી બાળકીનો બચાવ

જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે માહિતી આપી કે બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેનાં સ્વાસ્થ્યની સ્થિતિ ઠીક છે, અને તે ઝડપથી સુધરી રહી છે. આ ઘટનાની તાત્કાલિકતા અને ગંભીરતા સમજતાં જ વહીવટી તંત્રએ 3 જેસીબી મશીનો વડે બોરવેલની આસપાસ ખોદકામ શરૂ કરી દીધું હતું. બાંદિકૂઈ પોલીસ સ્ટેશનના જોધપુરિયા ગામમાં બનેલી આ ઘટનાએ સરકાર અને સ્થાનિક તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા મજબૂર કર્યા હતા. પોલીસ અધિકારી પ્રેમચંદે જણાવ્યું કે, નીરુ નામની આ બાળકી સાંજે રમતી વખતે અચાનક બોરવેલ (Borewell) માં પડી ગઈ હતી અને તે લગભગ 35 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ હતી. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોની મદદથી, 3 JCB અને એક ટ્રેક્ટરની મદદથી બોરવેલની આસપાસ તરત જ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીને બચાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

કેમેરા દ્વારા નજર રાખવામાં આવી

અધિકારીએ કહ્યું કે, બચાવકર્મીઓએ બાળકીને બહાર કાઢવા માટે બોરવેલ (Borewell) માં કેમેરા મૂકી દીધા હતા, જેનાથી બાળકીની સ્થિતિ પર સતત નજર રાખી શકાઇ હતી. તેમણે અંદર દૂધની બોટલ મોકલીને બાળકીને ભોજન આપવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને બચાવવા માટે બંને ટીમોએ એંગલ સિસ્ટમનો ઉપયોગ કરીને બે વખત પ્રયાસ કર્યો, પરંતુ પહેલાના પ્રયાસો નિષ્ફળ ગયા. આ પછી, બોરવેલની આસપાસ વધુ ખોદકામ શરૂ કરવામાં આવ્યું અને અંતે સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ, નીરુના પિતા રાહુલ ગુર્જરના ઘરની નજીક એક ખેતર છે. ખેતરમાં બાજરીના પાકની લણણી થઈ રહી છે. મેદાનના એક ખૂણામાં ઊંડો બોરવેલ છે. વરસાદના કારણે બોરવેલ પાસે ઊંડો ખાડો પડી ગયો હતો. બુધવારે સાંજે 3-4 બાળકો બોરવેલ પાસે રમતા હતા. આ દરમિયાન નીરુ ખાડામાં પડી ગઈ હતી.

આ પણ વાંચો:   Bihar : નવાદાના મહાદલિત ટોલામાં ગુંડાઓએ ગોળીબાર કર્યો, 80 ઘરોને આગ લગાવી

Tags :
Advertisement

.

×