Delhi: ગોવા ક્લબ દુર્ઘટનાના પડઘા, દિલ્લીમાં ફટાકડા પર પ્રતિબંધ! નવા વર્ષની ઉજવણીમાં નિરસ!
- Delhi: ગોવા નાઈટક્લબની દુર્ઘટનાના દિલ્લીમાં પડઘા
- દિલ્લીમાં નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
- ગોવા નાઈટક્લબમાં આગની ઘટના બાદ લેવાયો મોટો નિર્ણય
- નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ નિરસ
Delhi: ગોવાની નાઈટક્લબ (Nightclub) માં લાગેલી આગમાં 25 લોકોના મોત થયાની ઘટના પછી દિલ્લી સરકાર અચાનક જાગી છે. દિલ્લી સરકારના એક્સાઈઝ વિભાગે (Excise Department) પ્રદેશમાં આવી કોઈ ઘટના ન ઘટે માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રદેશમાં કોઈ પણ સ્થળે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. લાઇસન્સવાળા સ્થળોએ કોઈપણ પ્રકારના ફટાકડાના ઉપયોગ પર સખત પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો છે. આગામી તહેવાર નાતાલ અને નવા વર્ષની ઉજવણી પહેલા આ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવતા નાગરિકોમાં નિરાશા વ્યાપી છે.
Delhi: એક્સાઈઝ વિભાગે, હોટેલ્સ, ક્લબ, રેસ્ટોરન્ટમાં આપ્યા આદેશ
એક્સાઈઝ વિભાગે તમામ હોટેલ (Hotel), ક્લબ (Club) અને રેસ્ટોરન્ટ ((Restaurant) સહિત લાઇસન્સ ધારકોને ફાયર સેફ્ટિના નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યો છે. વિભાગે ચેતવણી આપી છે કે, કોઈપણ નિયમોના પાલનમાં બેદરકારી સામે આવશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં લાઇસન્સ રદ અથવા સસ્પેન્ડ (Suspended) પણ થઈ શકે છે. અગાઉ 30 મે 2024માં એક પરિપત્ર જાહેર કરાયો હતો. જેમાં 90 ચોરસ મીટર કે તેથી વધુ ફ્લોર એરિયા ધરાવતા એકમોને નિર્દેશ આપવામાં આવ્યા હતા. કે, ફાયર NOC ને રિન્યૂ કરવામાં આવે. તો 90 ચોરસ મીટરથી ઓછા વિસ્તારના એકમોને પણ ફાયર સેફ્ટિના નિયમોના પાલન માટે આદેશ આપ્યા હતા.
Delhi: પૂરતા સેફ્ટિ સાધનો રાખવા નિર્દેશ
એક્સાઇઝ વિભાગના ડેપ્યુટી કમિશનર તનવીર અહેમદે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં એકમોને સૂચના આપવામાં આવી છે કે, ફાયર સેફ્ટિને લગતા જરૂરી નિયમોનું પાલન કરે. હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ કે ક્લબમાં આવતા ગ્રાહકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ફાયર સેફ્ટિ (Fire Safety)ના નિયમોનું પાલન ન કરનાર તત્વો સામે દિલ્હી એક્સાઇઝ એક્ટ 2009 અને દિલ્હી એક્સાઇઝ નિયમો 2010 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં લાઇસન્સ (License) રદ અથવા સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પરિપત્રની નકલો દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation) અને દિલ્લી પોલીસને પણ મોકલવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા, મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Chief Minister Rekha Gupta) એ નિર્દેશ આપ્યો હતો કે, જે સંસ્થાઓ પાસે ફાયર સેફ્ટિના સાધનો નથી. અથવા નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો- રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, રનવે પર ટક્કર લાગતા મુસાફરોમાં ફફડાટ
આ પણ વાંચો- કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષા વધારાઇ, જાણો કારણ


