PSI એ કોન્સ્ટેબલ સાથે લગ્ન કર્યા બાદ મંદિર બહાર આવતાની સાથે જ બંન્ને...
- PSI એ લગ્નની લાલચે કોન્સ્ટેબલ સાથે બાંધ્યા હતા સંબંધ
- લગ્ન કરવાનો ઇન્કાર કરતા સમગ્ર મામલો SP સુધી પહોંચ્યો હતો
- દબાણવશ લગ્ન કર્યા બાદ PSI એ બહાર આવીને જ કર્યો મોટો કાંડ
નવી દિલ્હી : બિહારના નવાદા જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. એક PSI અને મહિલા કોન્સ્ટેબલે લગ્ન કર્યા હતા. માંગ ભર્યા બાદ દુલ્હાએ દુલ્હનને લાફાઓ મારવાનું શરૂ કરી દીધું હતું.
બિહારના નવાદામાં બની વિચિત્ર ઘટના
બિહારના નવાદા જિલ્લામાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર અને મહિલા કોન્સ્ટેબલે લગ્ન ખુબ જ ચર્ચામાં આવ્યા છે. આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક પોલીસ સબ ઇન્સપેક્ટર અને મહિલા કોન્સ્ટેબલે મંદિરમાં લગ્ન કર્યા અને દુલ્હાએ દુલ્હનની સેથીમાં સિંદૂર ભર્યૂં અને જે પ્રકારે બંન્ને મંદિરની બહાર આવ્યા નારાજ થઇ ગયેલા દુલ્હાએ દુલ્હનને ધડાધડ લાભા ઝીંકી દીધા હતા.આ લગ્નના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણી કરવા બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ
લગ્નની મિનિટોમાં જ બંન્ને વચ્ચે મારામારી
વીડિયોમાં જોઇ શકાય છે કે, લગ્ન થયાની મિનિટોમાં જ દુલ્હા-દુલ્હન વચ્ચે બોલાચાલી થાય છે. ત્યાર બાદ દુલ્હો જ દુલ્હનને લાફા ઝીંકે છે. બંન્ને વચ્ચે વિવાદ વકરવાના કારણે પોલીસ સબ ઇન્સપેક્ટર દુલ્હો દુલ્હનને લાફા ઝીંકી દે છે.
SP ના દબાણ બાદ પોલીસ સબ ઇન્સપેક્ટર લગ્ન માટે તૈયાર
શોભનાથ મંદિરમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટરે મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કર્યા અને લગ્ન પૂર્ણ થયા બાદ બંન્ને વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા પણ શરૂ થઇ ગયો. મળતી માહિતી અનુસાર મહિલા સીપાહી અને PSI વચ્ચે લાંબા સમયથી પ્રેમ હતો. મહિલા કોન્સ્ટેબલ કટિહારથી કુરસેલાની રહેવાસી છે જ્યારે પોલીસ સબ ઇન્સપેક્ટર મુંગેરના ધરહરા ગામના રહેવાસી સચિન કુમાર છે. જ્યારે મહિલા કોન્સ્ટેબલ કટિહારના કુરસેલાની રહેવાસી છે.
આ પણ વાંચો : Madhya Pradesh : પિતાના અંતિમ સંસ્કારને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો
બહાર આવતાની સાથે જ બંન્ને વચ્ચે મારામારી
પોલીસ સબ ઇન્સપેક્ટરે લગ્નનો ઇન્કાર કરી રહ્યો હતો. ત્યાર બાદ મામલો એસપી પાસે પહોંચ્યો હતો. ત્યાર બાદ મહિલા કોન્સ્ટેબલ અને PSI સાથે મજબુરીમાં શોભનાથ મંદિરમાં પુજારી સામે લગ્ન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બંન્નેના લગ્ન પૂર્ણ થઇ ગયા ત્યારે બંન્નેના લગ્નનો વીડિયો બનાવવા અંગે વિવાદ થઇ ગયો હતો. મામલો બોલાચાલીથી શરૂ થયો અને બોલાચાલી બાદ બંન્ને મંદિરની બહાર નિકળતાની સાથે જ મારામારી થઇ ગઇ હતી. પત્ની મહિલા સિપાહીને જોર જોરથી લાફા ઝીંકી દીધા હતા. હાજર લોકોએ સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો. જો કે અનેક લોકો આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. પોલીસ સબ ઇન્સપેક્ટર ફરીથી પોતાની પત્નીને મનાવતો પણ જોવા મળે છે.
આ પણ વાંચો : દિલ્હીમાં પ્રચાર પડઘમ શાંત, 5મી ફેબ્રુઆરીએ મતદાન, ECએ એક્ઝિટ પોલ પર આ માર્ગદર્શિકા જારી કરી


