ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor બાદ UP સરકારની મોટી જાહેરાત,સામૂહિક વિવાહ યોજના અંગે..!

ઓપરેશન સિંદૂર UP સરકારની મોટી જાહેરાત સરકાર હવે કન્યાઓને વિવાહ વિશેષ ભેટ આપશે યુગલ એક લાખ રૂપિયા રોકડ જાહેરાત કરી Yogi Government : ઓપરેશન સિંદૂર(OPERATION SINDOOR)ની સફળતા બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટી જાહેરાત કરી છે.UP માં...
05:08 PM May 27, 2025 IST | Hiren Dave
ઓપરેશન સિંદૂર UP સરકારની મોટી જાહેરાત સરકાર હવે કન્યાઓને વિવાહ વિશેષ ભેટ આપશે યુગલ એક લાખ રૂપિયા રોકડ જાહેરાત કરી Yogi Government : ઓપરેશન સિંદૂર(OPERATION SINDOOR)ની સફળતા બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટી જાહેરાત કરી છે.UP માં...
Samoohik Vivah Yojna

Yogi Government : ઓપરેશન સિંદૂર(OPERATION SINDOOR)ની સફળતા બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટી જાહેરાત કરી છે.UP માં સમૂહ લગ્ન યોજનામાં, સરકાર હવે છોકરી(Bride)ઓને સિંદૂરદાન (સિંધુરા) અને લાલ કાચની બંગડીઓ પણ આપશે. મંગળવારે ગોરખપુરમાં સમૂહ લગ્ન કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. આ સમારોહમાં 1200 યુગલોના લગ્ન થયા હતા.

UP સરકારની મોટી જાહેરાત

યુપી સરકારે ઓપરેશન સિંદૂર પછી મોટો નિર્ણય લીધો છે. સામૂહિક વિવાહ યોજના હેઠળ મળતી ભેટમાં કન્યાને (Married Women)સિંદૂરદાન પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. એટલુ જ નહી, આ યોજનાનો લાભ લેનારની આવક મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. સાથે જ પ્રતિ યુગલ 51 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા રોકડા આપવાનો પણ આદેશ જાહેર કર્યો છે.

આ  પણ  વાંચો -Divorce માટે આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટની સલાહ, કહ્યું- ડિનર ડેટ પર જાઓ, અમે વ્યવસ્થા કરીશું...

કોને અપાશે પ્રાથમિકતા ?

સરકારી આદેશ મુજબ છોકરીનો વાલી ઉત્તર પ્રદેશનો વતની હોવો જોઈએ. લગ્નયોગ્ય ઉંમરની પુષ્ટિ માટે શાળાના રેકોર્ડ, જન્મ પ્રમાણપત્ર, મતદાર ઓળખ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ અને આધાર કાર્ડ માન્ય રહેશે. આ યોજના હેઠળ નિરાધાર છોકરીઓ, વિધવા મહિલાઓની પુત્રીઓ, અપંગ માતાપિતાની પુત્રીઓ અને અપંગ પુત્રીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ  પણ  વાંચો -Bihar: તેજસ્વી યાદવ પિતા બનતા ખુશખુશાલ થયા તેજ પ્રતાપ, જાણો શું કહ્યું?

પૂજારી-મૌલવીની દાનદક્ષિણા પણ સામેલ

સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા સ્તરે ડીએમની દેખરેખ હેઠળ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરશે. છોકરીના ખાતામાં 60 હજાર રૂપિયા મોકલવામાં આવશે. ૨૫ હજાર રૂપિયાની લગ્ન ભેટ વસ્તુઓ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રતિ યુગલ ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ થશે.

આ  પણ  વાંચો -ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, કેમ બંને દેશોની સેનાઓ સામસામે આવી?

ઉત્તમ કક્ષાનો હશે મંડપ

આ રકમમાં લગ્નનું સંચાલન કરનારા પુજારી અને મૌલવીની દક્ષિણા અને મહેનતાણું પણ શામેલ હશે. 100 કે તેથી વધુ યુગલોના લગ્ન સમારોહ માટે જર્મન હેંગરની વ્યવસ્થા કરવામાં આવશે. આ મંડપ ખૂબ જ ઉત્તમ ગુણવત્તાનો છે.

Tags :
BrideGujarat Firstmarried womenOperation SindoorSamoohik Vivah YojnaYogi government
Next Article