Agni-5 Bunker Buster : જમીનના 100 મીટર અંદર દુશ્મનોના ઠેકાણાનો ભારત કરશે સફાયો
- ભારત પણ હવે અમેરિકાને ટક્કર આપશે
- ભારતે એડવાન્સ બંકર-બસ્ટર્સ તૈયારી શરૂ કરી
- પાવરફુલ મિસાઇલ સિસ્ટમ ડેવલપ કરી રહ્યુ છે
Agni-5 Bunker Buster : અમેરિકાએ 22 જૂનના રોજ ઇરાનના ફોર્ડો પરમાણુ સંયંત્ર પર પોતાના B-2 બોમ્બર વિમાનોથી બંકર-બસ્ટર્સ બોમ્બ (US GBU-57/A)વરસાવ્યા હતા. આ હવાઇ હુમલામાં ઇરાનને મોટું નુકસાન પહોંચ્યુ હતુ. ઇરાને ફોર્ડો પરમાણુ સંયંત્રને પર્વતની વચ્ચે જમીનમાં 100 મીટર નીચે બનાવ્યુ હતુ. જેને સામાન્ય વિસ્ફોટથી નુકસાન નહીં પહોંચાડવામાં આવે. તેથી અમેરિકાએ બંકર-બસ્ટર્સ બોમ્બથી (bunker buster missile)તેને ધ્વસ્ત કરવાનું નક્કી કર્યુ હતુ.
ભારત આપશે અમેરિકાને ટક્કર!
ભારત પણ હવે અમેરિકાને ટક્કર આપવા માટે તૈયારીઓ કરી રહ્યુ છે. ભારતે એડવાન્સ બંકર-બસ્ટર્સ બોમ્બ વિકસીત કરવાના પોતાના પ્રયત્ન તેજ કર્યા છે. હાલના યુદ્ધના સમયને જોતા ભારતે આગામી તૈયારીઓ હાથ ધરી છે. તેથી તે પાવરફુલ મિસાઇલ સિસ્ટમ ડેવલપ કરી રહ્યુ છે. જે જમીનના ઉંડાણમાં બનેલા દુશ્મનના ઠેકાણાનો નાશ કરશે. DRDO અગ્નિ-V ઇન્ટરકોન્ટિનેટલ બૈલિસ્ટિક મિસાઇલનું મોડિફાઇડ વર્ઝન વિકસિત કરી રહ્યુ છે. અગ્નિ-Vનું ઓરિજનલ વર્ઝનની રેન્જ 5 હજાર કિમીથી વધુ છે. અને આ મિસાઇલ ન્યૂક્લિયર વારહેડ લઇ જાય છે. તેનુ મોડિફાઇડ વર્ઝન પારંપરિક હથિયાર હશે. જે 7500 કિગ્રાના મોટા બંકર-બસ્ટર્સ વારહેડ લઇ જવા માટે સક્ષમ હશે.
🚨India's upgraded Agni-5 'bunker buster' missile to carry largest conventional warhead. pic.twitter.com/MvWhKNMzlD
— Indian Infra Report (@Indianinfoguide) June 30, 2025
દુશ્મનોનો થશે નાશ
કંક્રિટની મજબૂત સ્તર પર આ મિસાઇલ હુમલો કરશે. હુમલો અગાઉ 80થી 100 મીટર સુધી ડ્રિલ કરવા માટે જમીનની નીચે વાર કરશે. અમેરિકા પાસેના હથિયાર અને મિસાઇલને જોતા ભારત પણ પોતાના પ્રયાસો તેજ કરી રહ્યુ છે. આ મિસાઇલનો ગતિ 8થી મેક 20 સુધી રાખવામાં આવશે. આ હથિયારો હાઇપરસોનિકની શ્રેણીમાં રહેશે. આ અમેરિકી બંકર-બસ્ટર વેપન સિસ્ટમની ગતિ સાથે જોડાયેલા રહેશે.


