Air India : દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, મોટી જાનહાનિ ટળી
- Air India ની દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
- વિમાનના કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો હતો
- આ એન્જિનને બંધ કરીને બીજા એન્જિનની મદદથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું
Air India : અવાર નવાર એર ઈન્ડિયાના વિમાન ખોટકાઈ રહ્યા છે. અત્યાર સુધી અનેક કિસ્સામાં સમયસર અને સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ થતા મોટી જાનહાનિ ટળી છે. હવે Air India ની વધુ એક ફ્લાઈટ સમયસૂચકતાને લીધે અકસ્માતગ્રસ્ત થતા બચી ગઈ છે. આ વખતે દિલ્હીથી ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાતા મોટી જાનહાનિ ટળી ગઈ છે. વિમાનના કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો હતો. આ સંકેત મળ્યા બાદ આ એન્જિનને બંધ કરીને બીજા એન્જિનની મદદથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું.
Air India ફ્લાઈટ AI2913 માં સર્જાઈ ખામી
એર ઈન્ડિયાની દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટ AI2913 ને ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું. વિમાનના કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો, ત્યારબાદ તે એન્જિનને બંધ કરીને વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક વૈકલ્પિક વિમાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ વિમાન મુસાફરોને ઈન્દોર સુરક્ષિત પહોંચાડી દેશે.
Air India Gujarat First-31-08-2025-
આ પણ વાંચોઃ Mukesh Ambani ની મોટી જાહેરાત, નવી કંપની બનાવશે તે Meta-Google સાથે કામ કરશે
પાયલોટની કુનેહથી જાનહાનિ ટળી
દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટ AI2913 ને ટેકઓફ કર્યા પછી તરત જ આ ઘટના ઘટી હતી. જેમાં એલાર્મ વાગતાં જ કોકપીટમાં આગ લાગવાનો સંકેત મળતાં જ વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે પાયલોટે તાત્કાલિક જરૂરી સાવચેતી લીધી અને એન્જિન બંધ કરીને વિમાનને હવામાં નિયંત્રણમાં રાખ્યું. ત્યારબાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવાયું. બધા જ મુસાફરો અને ક્રુ મેમ્બરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.
ઓગસ્ટમાં Air India ની 3જી ફ્લાઈટ ખોટકાઈ
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં સતત ટેકનિકલ ખામીઓના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં 18 ઓગસ્ટના રોજ કોચી એરપોર્ટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેકઓફ કરતા પહેલા અચાનક રોકવી પડી હતી. અગાઉ 16 ઓગસ્ટના રોજ મિલાન (ઇટાલી) થી દિલ્હી આવતી ફ્લાઇટને એર ઈન્ડિયા દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. બંને ઘટનાઓ પાછળ ટેકનિકલ ખામીઓને કારણભૂત ગણાવવામાં આવી હતી. એરલાઈનની ફ્લાઈટ્સમાં સતત આવી સમસ્યાઓના કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
Air India Gujarat First-31-08-2025--
આ પણ વાંચોઃ Jammu-Kashmir : હજૂ 2 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે કુદરતી કહેરનો ભય
STORY | Air India Indore-bound flight returns to Delhi after 'fire indication'
An Indore-bound Air India flight returned to the city on Sunday shortly after take off as the pilot received a "fire indication" in the right engine of the aircraft, the airline said.
READ |… pic.twitter.com/ioRczWSoaZ
— Press Trust of India (@PTI_News) August 31, 2025


