Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi: રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ નિયંત્રણ બહાર, સ્થિતિ સુધારવા માટે GRAP-3 ના કડક નિયમો લાગુ કરાયા

દિલ્લીમાં વધતા પ્રદૂષણને કાબૂમાં કરવા તંત્ર અનેક પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે હવે દૂષિત હવાને નિયંત્રણમાં કરવા માટે GRAP-3 લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, કેટલાક નિયમોની કડક અમલવારી થશે. જેમાં ચોક્કસ વાહનોની અવરજવર પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ નાગરિકોને પ્રદૂષણ ઘટાડવા માટે નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
delhi  રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ નિયંત્રણ બહાર  સ્થિતિ સુધારવા માટે grap 3 ના કડક નિયમો લાગુ કરાયા
Advertisement

Delhi: પ્રદૂષણને કારણે રાજધાનીમાં GRAP-3 લાગુ કરવામાં આવ્યું
GRAP-3 હેઠળ પ્રદેશમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા
પ્રદૂષણ ફેલાવતા કેટલાક વાહનોની અવરજવર પર પ્રતિબંધો મૂકાયો

Delhi: દેશની રાજધાની દિલ્લી ખરાબ હવાની ઝપેટમાં છે. પ્રદેશની હવા એટલી હદે કથળી ગઈ છે કે, લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. દિવસે ને દિવસે હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી રહી છે. ત્યારે સતત વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) (Central Air Quality Management) ની પેટા-સમિતિએ તત્કાલ બેઠક યોજી હતી. અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં તાત્કાલિક અસરથી GRAP સ્ટેજ-3 પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. GRAP-3 નિયંત્રણ હેઠળ બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વધુમાં, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનોના સંચાલન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ઉલ્લંઘન કરનારાઓ સામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Delhi GRAP 01_GUJARAT_FIRST

Advertisement

Delhi: GRAP-3 નિયંત્રણો શું છે?

  • દિલ્લી અને તેની આસપાસા વિસ્તારોમાં ડીઝલ બસો પર પ્રતિબંધ 
  • ધોરણ 5 સુધીની શાળાઓ બંધ રહેશે અને બાળકો ઓનલાઈન (Online) અભ્યાસ કરશે
  • સ્ટોન ક્રશર્સ (Stone Crushers) અને ખાણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે
  • ઇમરજન્સી (Emergency) સેવાઓ સિવાય ડીઝલ જનરેટર પર પ્રતિબંધ રહેશે
  • કંપનીઓને ઘરેથી અથવા હાઇબ્રિડ મોડ (Hybrid mode) માં કામ કરવાની સલાહ
  • તોડફોડની કામગીરી, બિન-આવશ્યક બાંધકામ અને BS-3 અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ
  • રેતી-સિમેન્ટ જેવા માલસામાનનું પરિવહન કરતા ટ્રકોની અવરજવર બંધ

આ પણ વાંચો- Tolerance or inactive cowardice : સર્વેશ્વરવાદથી શ્મશાન સુધી: ધર્મનિરપેક્ષ વિશ્વમાં હિંદુ અધિકારોનું હનન

વાયુ પ્રદૂષણથી બચવા Doctors ની સલાહ

નોંધનીય છે કે દિલ્લી-એનસીઆરમાં વધતી ઠંડીની સાથે સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર ફરી એકવાર અત્યંત ગંભીર બન્યું છે. આજે (શનિવાર) સવારે, ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચાંક ( Air Quality Index એટલે, AQI) 400 ને વટાવી ગયો હતો. આ આંકડો અત્યંત "ગંભીર" શ્રેણીમાં આવે છે . તેથી બાળકો, વૃદ્ધો અને શ્વાસની સમસ્યાઓ ધરાવતા લોકોને બહાર નીકળતી વખતે ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તબીબોની સલાહ છે કે, બિનજરૂરી ઘરોની બહાર નીકળવું નહીં. જો નીકળવું પડે તેવી સ્થિતિ હોય તો ફરજિયાત માસ્ક પહેરવો.

Delhi GRAP 02_GUJARAT_FIRST

દિલ્લી એરપોર્ટ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ વચ્ચે સલાહ

ગાઢ ધુમ્મસના કારણે આઈ વિઝિબિલીટી (Eye visibility) માં ઘટાડો થયો છે. જો કે, ખરાબ વાતાવરણ વચ્ચે પણ હવાઈ સેવા સામાન્ય રીતે ચાલી રહી છે. તેમછતા મુસાફરો અને કેબ ડ્રાઈવર્સ (Cab Drivers) ને સાવચેતીની સલાહ આપવામાં આવી છે. અને મુસાફરોને ફ્લાઈટ્સની વધુ માહિતી માટે એરલાઈન (Airline) નો સંપર્કર કરવાનો અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો- Delhi Air Pollution News: AQI 443 પર, શ્વાસ લેવો પણ જોખમી! 18 વિસ્તારો 'ગેસ ચેમ્બર' બન્યા.

Tags :
Advertisement

.

×