કોણ છે IPS Anjana Krishna? જેની અજીત પવાર સાથે થઈ હતી બોલાચાલી, હવે મામલો પહોંચ્યો UPSC સુધી
- IPS Anjana Krishna અને અજીત પાવરની બોલાચાલીનો મામલો
- MLC અમોલ મિતકરીએ UPSCમાં પત્ર લખી કરી તપાસની માંગણી
- IPS અધિકારીના શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્ર તપાસની કરી માગ
- અત્યાર સુધી UPSC દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
મહારાષ્ટ્રના સોલાપુર ખાતે ગેરકાયદેસર ખનન અંગેની કાર્યવાહીમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SDPO) અંજની કૃષ્ણનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેમનો ફોન પર નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
આ વીડિયો બાદ, એનસીપી (અજિત પવાર જૂથ)ના એમએલસી અમોલ મિતકરીએ યુપીએસસી (UPSC)ને એક પત્ર લખીને આ અધિકારીના શૈક્ષણિક અને જાતિ પ્રમાણપત્રો સહિતના દસ્તાવેજોની તપાસ કરવાની માંગણી કરી છે.
વાસ્તવમાં, ગત 31 ઓગસ્ટે સોલાપુર જિલ્લાના કુર્દુ ગામમાં ગેરકાયદેસર માટી અને મુરમ ખનન સામેની કાર્યવાહી દરમિયાન, સ્થળ પર હાજર લોકોએ અંજની કૃષ્ણને અજિત પવાર સાથે ફોન પર વાત કરાવી હતી. આ દરમિયાન, અધિકારીએ ફોન કરનારની ઓળખની પુષ્ટિ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેણે રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ મામલાના સંદર્ભમાં, પોલીસે ચાર લોકો વિરુદ્ધ બીએનએસ (BNS)ની કલમ 132 સહિત અન્ય જોગવાઈઓ હેઠળ એફઆઈઆર પણ નોંધાવી છે.
हा काय फालतूपणा आहे ?
अमोल मिटकरींनी त्यांच्या Boss च्या सांगण्यावरून हे पत्र लिहिले, की स्वतःचे डोकं वापरले?
अंजना कृष्णाची चौकशी ? का ? तुमच्या कार्यकर्त्यांच्या बेकायदेशीर उत्खननावर कारवाई केली म्हणून?
चौकशी त्या अजित पवारची झाली पाहिजे. ज्या कंपन्यांनमधे अजित पवारच्या… pic.twitter.com/Y5MnwyFzyZ
— Mrs Anjali Damania (@anjali_damania) September 5, 2025
અજીત પવારે નિવેદન બહાર પાડી કરી સ્પષ્ટતાં
વિવાદ વધતા નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે, તેમને પોલીસ દળ માટે અત્યંત આદર છે. તેમનો ઉદ્દેશ્ય કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગડતી અટકાવવાનો હતો, નહિ કે કોઈ કાર્યવાહીમાં દખલ કરવાનો. તેમણે એમ પણ કહ્યું કે ગેરકાયદે ખનન જેવા ગંભીર મામલાઓમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ.
વીડિયો વાયરલ થયા હતા બાદ લખ્યો પત્ર
જોકે, અજિત પવાર જૂથના જ એમએલસી અમોલ મિતકરીએ વીડિયો વાયરલ થયાના થોડા કલાકો બાદ યુપીએસસીના સચિવને પત્ર લખીને અંજની કૃષ્ણના દસ્તાવેજોની તપાસની માંગણી કરી. જેમાં તેમની શૈક્ષણિક લાયકાત અને જાતિ પ્રમાણપત્ર સહિતના તમામ કાગળોની ચકાસણી કરવાનો અનુરોધ કરાયો છે. હાલમાં, આ મામલે યુપીએસસી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
View this post on Instagram
IPS Anjana Krishna કોણ છે?
કેરળના તિરુવનંતપુરમની વતની અંજની કૃષ્ણ 2023 બેચના મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી છે. તેમણે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં ઓલ ઈન્ડિયા રેન્ક 355 મેળવ્યો હતો. હાલ તેઓ સોલાપુર ગ્રામીણના કરમાલા વિભાગમાં એસડીપીઓ/ડીએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનું શાળાકીય શિક્ષણ પૂજાપુરાની સેન્ટ મેરીઝ સેન્ટ્રલ સ્કૂલમાંથી થયું અને તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી ગણિતમાં સ્નાતક કર્યું છે. અંજની કૃષ્ણના પિતા એક નાના વેપારી છે અને માતા કોર્ટમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે.
IPS Anjana Krishna ની કામગીરીમાં હસ્તક્ષેપ
આ સમગ્ર પ્રકરણને કારણે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચી ગઈ છે. વિપક્ષે આને પોલીસના કામકાજમાં સીધો હસ્તક્ષેપ ગણાવ્યો છે, જ્યારે સત્તાપક્ષે અજિત પવારનો બચાવ કરતા કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય પરિસ્થિતિને શાંત પાડવાનો હતો. આ ઘટનાએ અધિકારીઓના કાર્યક્ષેત્ર અને રાજકીય દખલગીરી વચ્ચેની સીમાઓ અંગે નવી ચર્ચાઓ જગાવી છે.
આ પણ વાંચો : Akhilesh Yadav : 'સરકારે એવી ગાડી આપી છે જે ચલાવી શકાય તેમ નથી'


