ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પૂર્વ સરકારી ડૉક્ટરના લોકરમાંથી AK-47 રાઇફલ મળી, UAPA હેઠળ નોંધાયો કેસ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પૂર્વ સરકારી ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી AK-47 રાઇફલ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. શ્રીનગર પોલીસે ડૉક્ટરની અટકાયત કરીને ભારતીય દંડ સંહિતા અને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ રાજ્યની સુરક્ષા માટે ગંભીર ખતરો હોવાથી પોલીસ હાઈ એલર્ટ પર છે અને આતંકવાદી સંડોવણીની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
05:08 PM Nov 08, 2025 IST | Mustak Malek
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પૂર્વ સરકારી ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી AK-47 રાઇફલ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. શ્રીનગર પોલીસે ડૉક્ટરની અટકાયત કરીને ભારતીય દંડ સંહિતા અને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ રાજ્યની સુરક્ષા માટે ગંભીર ખતરો હોવાથી પોલીસ હાઈ એલર્ટ પર છે અને આતંકવાદી સંડોવણીની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
AK-47 seized Doctor

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાશ્મીરના અનંતનાગમાં   ભૂતપૂર્વ સરકારી ડૉક્ટરના લોકરમાંથી AK-47 રાઇફલ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. ડૉક્ટર આદિલ અહેમદ રાથેરના લોકરમાંથી આ ખતરનાક હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે. આદિલે 24 ઓક્ટોબર 2024 સુધી જીએમસી અનંતનાગમાં સેવા આપી હતી અને તે અનંતનાગના જલગુંડનો રહેવાસી છે.

AK-47 seized Doctor: ભૂતપૂર્વ ડૉક્ટરના લોકરમાંથી AK-47 રાઇફલ મળી

આ ગંભીર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. નૌગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 162/2025 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહી છે. ડૉ. આદિલ અહેમદ રાથેર સામે આવા હથિયાર રાખવા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેના કબજામાંથી જપ્ત કરાયેલા હથિયાર અને અન્ય પુરાવાઓની સઘન સમીક્ષા કરશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે.

 

AK-47 seized Doctor:  શ્રીનગર પોલીસે  ડૉક્ટરની અટકાયત કરી

શ્રીનગર પોલીસે આરોપી ડૉક્ટરની અટકાયત કરી લીધી છે અને તેની વિગતવાર પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ડિજિટલ અને ભૌતિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેથી આ હથિયારનો સ્ત્રોત અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોની માહિતી મેળવી શકાય. આ કેસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે ગંભીર ખતરો હોવાથી, પોલીસે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને આતંકવાદી સહાનુભૂતિ ધરાવતા લોકોને પકડવા માટે સખત મહેનત કરી રહી છે.

આ પણ વાંચો:  સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે,સરકારના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, ટૂંકા સત્ર પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા

Tags :
Adil Ratherak47AnantnagDoctor ArrestGujarat FirstJ&K newsJammu-Kashmirsrinagar policeterrorismUAPA
Next Article