Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu-Kashmir : ખરાબ હવામાન અને ભારે વરસાદને લીધે અમરનાથ યાત્રા અટકાવાઈ, બાલતાલ અને પહેલગામ રૂટ બંધ

આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને રોકવામાં આવી છે. યાત્રાના 2 અગત્યના બાલતાલ અને પહેલગામ રુટ બંધ કરાયા છે. વાંચો વિગતવાર.
jammu kashmir   ખરાબ હવામાન અને ભારે વરસાદને લીધે અમરનાથ યાત્રા અટકાવાઈ  બાલતાલ અને પહેલગામ રૂટ બંધ
Advertisement
  • ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે પવિત્ર Amarnath Yatra સ્થગિત
  • ભારે વરસાદના કારણે નદી નાળા ઓવરફ્લો થયા
  • હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરમાં વધુ વરસાદની ચેતવણી આપી છે
  • પવિત્ર અમરનાથ યાત્રા માટે 4 લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
  • ગયા વર્ષે, 5.10 લાખથી વધુ યાત્રાળુઓએ આ યાત્રા કરી હતી

Jammu-Kashmir : પવિત્ર અમરનાથ યાત્રા (Amarnath Yatra) ને આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે પહેલગામ (Pahalgam) અને બાલતાલ (Baltal) થી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ખરાબ છે. ભારે વરસાદના કારણે નદી નાળા ઓવરફ્લો થયા છે. યાત્રાના પવિત્ર રુટ પર માર્ગ વાહન વ્યવહાર ખોરવાઈ જતાં અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.

ભૂસ્ખલનના લીધે 1નું મોત

છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરમાં વધુ વરસાદની ચેતવણી આપી છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ બંનેમાંથી યાત્રા સ્થગિત કરવામાં આવી છે કારણ કે માર્ગોનું સમારકામ ચાલી રહ્યું છે. બાલતાલ રૂટ પર ભૂસ્ખલન (Landslide) માં એક યાત્રાળુનું મોત થયું હતું. જેમાં ગાંદરબલ જિલ્લામાં યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મૃત્યુ અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  ધર્માંતરણ કેસમાં ED નો સકંજો! છાંગુર બાબા સાથે જોડાયેલા 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

પંજતામી કેમ્પના યાત્રીઓને સુરક્ષા પૂરી પડાઈ

કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર ભિદુરી (Vijay Kumar Bhiduri) એ જણાવ્યું હતું કે, પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શ્રી અમરનાથજી યાત્રા 17 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદને કારણે, બંને રૂટ પરના ટ્રેક પર સમારકામનું કામ હાથ ધરવું જરૂરી બન્યું છે. જોકે ગઈકાલે રાત્રે પંજતામી કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) અને પર્વત બચાવ ટીમોની પૂરતી તૈનાતી સાથે બાલતાલ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હવામાન પરિસ્થિતિઓના આધારે યાત્રા આવતીકાલે ફરી શરૂ થવાની સંભાવના છે.

4 લાખ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈએ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.47 લાખ યાત્રાળુઓ 3,880 મીટરની ઊંચાઈ પર આવેલા આ મંદિરના દર્શન કરી ચૂક્યા છે. 2 જુલાઈએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા (Manoj Sinha) દ્વારા પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપવામાં આવી ત્યારથી કુલ 1,01,553 યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી ખીણ માટે રવાના થયા છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે, 5.10 લાખથી વધુ યાત્રાળુઓએ આ અમરનાથ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ Odisha Bandh: વિદ્યાર્થિનીના આત્મવિલોપન મુદ્દે ઓડિશા બંધ, પરિવારે સામૂહિક આપઘાત કરવાની આપી ચીમકી

Tags :
Advertisement

.

×