Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jagannath Rathyatra 2025: રથયાત્રામાં પહોંચી એમ્બ્યુલન્સ, લોકોની ભીડમાં 1500 સ્વયંસેવકોએ બનાવ્યો રસ્તો

રથયાત્રામાં પહોંચી એમ્બ્યુલન્સ પુરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 1500 સ્વયંસેવકોએ બનાવ્યો રસ્તો Jagannath Rathyatra 2025  : પુરીમાં (Puri)ભગવાન જગન્નાથ(Jagannath Rath Yatra)ની આજે રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન લાખો ભક્તોની ભીડ અહીં ઉમટી પડી હતી.રથયાત્રા દરમિયાન, વિશાળ ભીડ વચ્ચે એક...
jagannath rathyatra 2025  રથયાત્રામાં પહોંચી એમ્બ્યુલન્સ  લોકોની ભીડમાં 1500 સ્વયંસેવકોએ બનાવ્યો રસ્તો
Advertisement
  • રથયાત્રામાં પહોંચી એમ્બ્યુલન્સ
  • પુરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
  • 1500 સ્વયંસેવકોએ બનાવ્યો રસ્તો

Jagannath Rathyatra 2025  : પુરીમાં (Puri)ભગવાન જગન્નાથ(Jagannath Rath Yatra)ની આજે રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન લાખો ભક્તોની ભીડ અહીં ઉમટી પડી હતી.રથયાત્રા દરમિયાન, વિશાળ ભીડ વચ્ચે એક એમ્બ્યુલન્સ (Ambulance)પહોંચી હતી. જોકે, લગભગ 1500 ભાજપ યુવા મોરચાના સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવ્યો, અને જાહેર સેવા પ્રત્યેની તેમની સમર્પણતા દર્શાવી.આ માટે,કાર્યકરોએ રસ્તાની વચ્ચે માનવ સાંકળ બનાવી આ ભીડમાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ ગઈ.આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં એમ્બ્યુલન્સ ભીડમાંથી પસાર થતી જોઈ શકાય છે.

રાજ્યપાલ અને સીએમએ આપી હાજરી

ઓડિશાના પુરીમાં આજે રથયાત્રા ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.આ દરમિયાન હજારો લોકોએ ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથ સાથે જોડાયેલા દોરડા ખેંચીને શ્રી ગુંડિચા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. શ્રી ગુંડિચા મંદિર 12મી સદીના ભગવાન જગન્નાથ મંદિરથી લગભગ 2.6 કિમી દૂર છે.ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના રથ ખેંચનારાઓમાં ઓડિશાના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિ, સીએમ મોહન ચરણ માઝી પણ હતા.આ દરમિયાન,'જય જગન્નાથ' અને 'હરિ બોલ' ના નારા અને કરતાલ,રણશિંગડા અને શંખના નાદ વચ્ચે, ભગવાન બલભદ્રનો 'તલધ્વજ' રથ સાંજે 4:08 વાગ્યે આગળ વધ્યો.આ પછી, દેવી સુભદ્રાનો 'દર્પદલન' રથ અને અંતે ભગવાન જગન્નાથનો 'નંદી ઘોષ' રથ પ્રસ્થાન થયો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Rathyatra 2025 : પૂરીમાં કુલ 12 દિવસ સુધી યોજાશે રથયાત્રા મહોત્સવ, ભગવાન જગન્નાથજીની નગરચર્યાનું ભવ્ય આયોજન

રથયાત્રામાં લગભગ દસ લાખ શ્રદ્ધાળુઓ

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં ભાગ લેવા માટે લગભગ દસ લાખ શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. રથયાત્રા માટે શહેરમાં લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.દરમિયાન, ઓડિશાના ડીજીપી વાયબી ખુરાનિયાએ જણાવ્યું હતું કે, "અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે તમામ શક્ય વ્યવસ્થા કરી છે." તેમણે કહ્યું કે 275 થી વધુ એઆઈથી સજ્જ સીસીટીવી કેમેરા ભીડ પર નજર રાખી રહ્યા છે.

Tags :
Advertisement

.

×