ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી અમેરિકન ફ્લાઇટને મળી ધમકી, રોમ તરફ ડાયવર્ટ
- અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ રોમ તરફ ડાયવર્ટ
- વિમાનમાં બોમ્બ હોવાની માહિતી
- ઉડ્ડયન સુરક્ષા હાઇ એલર્ટ પર
American flight threat : અમેરિકાના ન્યૂયોર્ક સિટીથી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટને જોખમને કારણે ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ, તેને રોમ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઈટ પર સંભવિત સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને, તેને રોમના ફિયુમિસિનો એરપોર્ટ પર ઇમરજન્સી ડાયવર્ઝન કર્યું છે.
ફ્લાઈટ રોમ તરફ ડાયવર્ટ
અમેરિકન એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક સિટીથી નવી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઈટ AA292માં બોમ્બ હોવાની જાણ થઈ હતી. જે બાદ તેને રોમ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. આ બોઇંગ 777-300ER ફ્લાઇટ આજે સવારે જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી.
American Airlines flight AA292 from New York to Delhi reportedly diverted to Rome. More details are awaited.
(Source: https://t.co/2udKH63i9b) pic.twitter.com/jOMvQ1XW5j
— Press Trust of India (@PTI_News) February 23, 2025
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંપૂર્ણ સતર્ક
ફ્લાઇટ માટે ખતરો બન્યા બાદ, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) સંપૂર્ણ રીતે સક્રિય છે. ઉડ્ડયન સુરક્ષાને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. નજીકના ફ્લાઇટ રૂટ પર નજર રાખવામાં આવી રહી છે. યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ફ્લાઇટ રોમના ફિયુમિસિનો એરપોર્ટ પર પહોંચે ત્યાં સુધી બધા જ સતર્ક છે. મુસાફરોની સલામતી સર્વોપરી છે.
આ પણ વાંચો : પહેલા દીકરી ગુમાવી અને હવે ડેથ સર્ટિફિકેટ માટે ધક્કા, RG કર કેસમાં પિતાની વેદના
ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન એરલાઈન્સના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. જારી કરાયેલા નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સાથે પેસેન્જર્સ અને ક્રૂની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે વિમાનમાં કોઈને ઈજા થઈ હોવાના કે કોઈ સમસ્યા હોવાના તાત્કાલિક અહેવાલ નથી. ફ્લાઇટ ક્રૂના માર્ગદર્શન હેઠળ બધા મુસાફરોને બેસાડવામાં આવ્યા છે.
અમે મુસાફરોના ધીરજ અને સહકારની પ્રશંસા કરીએ છીએ
અમેરિકન એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ન્યૂ યોર્કથી દિલ્હી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA292 ને વિમાનમાં સંભવિત સુરક્ષા ખતરાને કારણે રોમ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને પરિસ્થિતિ બદલાતાની સાથે અપડેટ્સ પ્રદાન કરીશું. અમે અમારા મુસાફરોના ધીરજ અને સહકારની પ્રશંસા કરીએ છીએ. રોમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને એલર્ટ કરવામાં આવી છે અને ફ્લાઇટ લેન્ડ થતાંની સાથે જ તપાસ હાથ ધરશે. ટ


