અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, જાણો વિપક્ષે શું કહ્યું!
US-India Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ અને વધારાનો દંડ ઝિંકવાની જાહેરાત કરી છે. નવો ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થશે. ટ્રમ્પે ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી અને લાંબા સમયથી વેપાર અડચણોના કારણે આ નિર્ણય લીધો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતા બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એજ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી.’ ટ્રમ્પની જાહેરાત બાદ ભારતના રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. ભાજપે ટ્રમ્પના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ કહ્યો છે, તો કોંગ્રેસે વિદેશ નીતિની નિષ્ફળતાનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર ભાજપે શું કહ્યું?
ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે (BJP MP Praveen Khandelwal) કહ્યું કે, ‘ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારત સરકાર નિશ્ચિત કોઈ પગલું ભરશે. સરકાર અમેરિકન વહિવટી તંત્ર સાથે પણ વાત કરી શકે છે. ટ્રમ્પના નિર્ણય બાદ ચીજ-વસ્તુઓ મોંઘી થઈ જશે. આપણે અભ્યાસ કરવો પડશે કે, ટેરિફના કારણે માર્કેટ પર શું અસર થશે? ટેરિફ લગાવવો દુર્ભાગ્યપૂર્ણ છે. મને આશા છે કે, ટ્રમ્પ તંત્રને વહેલી તકે અનુભૂતી થશે અને તેઓ નિર્ણયને પરત ખેંચી લેશે.
#WATCH | Delhi | US President Trump imposes 25% tariffs on India, BJP MP Praveen Khandelwal says, "Certainly, the Government of India will take cognisance of it. We have to wait and watch how the Government of India reacts to it. In my personal opinion, it is unfortunate." pic.twitter.com/zX9s6cE7LK
— ANI (@ANI) July 30, 2025
આ પણ વાંચો -NISAR satellite launch : NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
હાઉડી મોદીની પ્રશંસાનો કોઈ અર્થ નહીં : કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે (Congress MP Jairam Ramesh) કહ્યું કે, ‘ટ્રમ્પે ભારતની આયાત પર 25 ટકા ટેરિફ અને દંડ ઝિંક્યો છે. ટ્રમ્પ અને હાઉડી મોદી વચ્ચે થયેલી આ તમામ પ્રશંસાનો કોઈ અર્થ રહ્યો નથી. નરેન્દ્ર મોદીએ વિચાર્યું હતું કે, જો તેઓ ટ્રમ્પે ભારત પર કરેલા અપમાજનક શબ્દોથી ચૂપ (ઑપરેશન સિંદૂર અટકાવવા માટે 30 દાવા, પાકિસ્તાની સેના પ્રમુખ માટે વિશેષ ભોજન, પાકિસ્તાનને આઈએમએફ અને વિશ્વ બેંક પાસેથી વિશેષ આર્થિક પેકેજ આપવા માટે અમેરિકાનું સમર્થન) રહે તો ટ્રમ્પના હાથથી ભારતને વિશેષ દરજ્જો મળશે, દેખીતી રીતે એવું બન્યું નથી. તેમણએ (મોદી) ઈન્દિરા ગાંધી પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સામે ઉભું રહેવું જોઈએ.
अमेरिकी राष्ट्रपति ट्रंप ने भारत से होने वाले आयात पर 25% टैरिफ के साथ एक अतिरिक्त पेनल्टी भी लगा दी है। ट्रंप और हाउडी मोदी के बीच जो तमाम वाहवाही और दिखावा हुआ था, उसका कोई खास मतलब नहीं निकला।
प्रधानमंत्री मोदी ने सोचा कि अगर वे चुप्पी साधे रहेंगे और अमेरिकी राष्ट्रपति द्वारा…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 30, 2025
આ પણ વાંચો -Delhi-NCR માં 22 બિલ્ડર સામે FIR, 47 સ્થળ પર દરોડા, દેશની રાજધાનીમાં હડકંપ
મોદી સરકારે દેશના રાષ્ટ્રીય હિત સાથે સમજૂતી કરી : કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત
ટ્રમ્પની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે (Congress spokesperson Supriya Shrinate) મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકાનો નિર્ણય ભારતીય અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબીત થશે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને હથિયારો ખરીદતા ટ્રમ્પે 25 ટકા ટેરિફ અને દંડ લાદવાની જાહેરાત કરી છે. મોદી ટ્રમ્પને લલચાવવા માટે તમામ પ્રયાશ કરી રહ્યા હતા, ત્યારે આ બધુ થયું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, ભાજપ સરકાર અને વડાપ્રધાને ભારતના રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી કરી છે. ટ્રમ્પના નિર્ણયથી આપણી અર્થવ્યવસ્થા, આપણા સ્થાનીક ઉદ્યોગ, આપણી નિકાસ અને રોજગાર પર દૂરગામી પરિણામો પડશે.’
ट्रम्प के 25% टैरिफ और पेनल्टी का क्या असर होगा
इसका बहुत बुरा असर हमारे ट्रेड, एक्सपोर्ट, प्रोडक्शन और हमारे यहाँ नौकरियों पर पड़ेगा
क्या फायदा हुआ नमस्ते ट्रम्प, हाउडी मोदी, अबकी बार ट्रम्प सरकार का?
काश मोदी जी विदेश नीति का इस्तेमाल अपने PR के बजाय देशहित के लिए करते pic.twitter.com/4MaVNmlJH3
— Supriya Shrinate (@SupriyaShrinate) July 30, 2025
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમને આશ્ચર્ય થાય છે કે, મોદીએ કોઈપણ આમંત્રણ વગર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળવા માટે દોડી દોડીને શું વાતચીત કરી હશે? નમસ્તે ટ્રમ્પ, હાઉડી મોદી, અબકી બાર ટ્રમ્પ સરકારથી ભારતને વાસ્તવમાં શું મળ્યું?’
#WATCH | US President Donald Trump imposes 25% tariffs on India, Samajwadi Party MP Anand Bhadauria says, "...US imposing levying tariffs on India is condemnable...The PM's speech yesterday was disappointing, not just in terms of tariffs but also on the ceasefire matter." pic.twitter.com/O9G6pMTiQx
— ANI (@ANI) July 30, 2025
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ ઝિંકવો નિંદનીય : સમાજવાદી પાર્ટી
સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયા (Samajwadi Party MP Anand Bhadauria)એ કહ્યું કે, ‘અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ ઝિંકવો નિંદનીય છે. વડાપ્રધાનનું ગઈકાલનું ભાષણ નિરાશાજનક હતું, માત્ર ટેરિફ મામલે જ નહીં, યુદ્ધવિરામ મામલે પણ...’
VIDEO | As US President Donald Trump has announced 25 pc tariff on India starting August 1, Shiv Sena (UBT) leader Arvind Sawant (@AGSawant) says, "Howdy Modi was happening, is this friendship? They prioritise their country, they say 'America First', they are taking steps… pic.twitter.com/B7pPyKt8WO
— Press Trust of India (@PTI_News) July 30, 2025
શિવસેના યુબીટીએ શું કહ્યું?
શિવસેના યુબીટીના સાંસદ અરવિંદ સાવંતે (Shiv Sena UBT MP Arvind Sawant) કહ્યું કે, ‘ભારત પર 25 ટકા ટેરિફ ઝિંકવો ખૂબ જ ગંભીર છે. આના કારણે મોટી અસર પડશે. તમે શું નિકાસ કરશો, જે વસ્તુઓ ત્યાં સસ્તી જતી હતી, લોકો ખરીદતા હતા, હવે તેઓ કેમ ખરીદશે. ટ્રમ્પનો ડાયલોક અલગ છે, અમેરિકન ફર્સ્ટ... ગઈકાલે અમારા સહયોગી સભ્યએ કહ્યું હતું કે, શિલોંગમાં માછીમારોને પકડવામાં આવી રહ્યા છે, તેમને છોડાવવા કોઈ જતું થી, પરંતુ ત્યાં દોસ્ત માટે વેપાર કરવા જાય છે. દોસ્ત ફર્સ્ટ છે.


