અમિત શાહે JMM અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે કર્યો મોટો દાવો!
- અમિત શાહના ઝારખંડમાં કોંગ્રેસ અને જેએમએમ પર આકરા પ્રહાર
- અમિત શાહે JMM અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે કર્યો મોટો દાવો!
- બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝારખંડની દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે? અમિત શાહનો મોટો દાવો
- અમિત શાહે કોંગ્રેસને ઓબીસી વિરોધી પાર્ટી ગણાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) ઝારખંડના હઝારીબાગમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા કોંગ્રેસ અને ઝારખંડ મુકતી મોર્ચા (JMM) પર સખત પ્રહારો કર્યા હતા. અમિત શાહે (Amit Shah) આ અવસરે ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે એક મોટો દાવો કર્યો. તેમનો આ દાવો છે કે બાંગ્લાદેશી લોકો ઝારખંડમાં ઘૂસીને ન માત્ર નોકરીઓ હડપી રહ્યા છે, પરંતુ સ્થાનિક ઝારખંડની દીકરીઓ સાથે લગ્ન પણ કરી રહ્યા છે.
અમિત શાહનું બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, જો આજકાલના યુવાનોને નોકરીઓ ન મળે, તો તેઓ કઈ રીતે જીવશે? તેઓને આ નોકરીઓ મળવા માટે ગેરકાયદે ઘૂસણખોરો સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. તેમણે દાવો કર્યો કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝારખંડની નોકરીઓ પર કબજો કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે કાશ્મીરને આતંકવાદનું કેન્દ્ર બનાવ્યું હતું અને તેમના નેતાઓ લાલ ચોક જવાથી ડરે છે. JMM ની આગેવાની હેઠળનું શાસક ગઠબંધન મનરેગા, જમીન, ખાણકામ અને દારૂના કૌભાંડો માટે જવાબદાર છે અને વડા પ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલું મફત રાશન ખાઈ ગયા છે. અમિત શાહે વધુમાં કહ્યું, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીની સરકાર સૌથી ભ્રષ્ટ સરકાર છે. કોંગ્રેસના એક સાંસદના ઘરેથી 350 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. તેમને ગણવા માટે વપરાતા મશીનો થાકી ગયા. આ પૈસા તમારા છે, ઝારખંડના યુવાનો અને ગરીબોના છે, જે આ કોંગ્રેસીઓએ ઉઠાવી લીધા છે.
#WATCH | Hazaribag, Jharkhand: Union Home Minister Amit Shah says, "...The Congress, JMM government is the most corrupt government in the entire country. It needs to be changed... If you want to stop this corruption, then uproot the Jharkhand Mukti Morcha and Congress government.… pic.twitter.com/luSadEbOLa
— ANI (@ANI) November 9, 2024
અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઓબીસી વિરોધી પાર્ટી છે. જ્યારે પણ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પછાત વર્ગને અન્યાય થયો છે. 2014માં તમે નરેન્દ્ર મોદીની સરકાર બનાવી, મોદીજીએ તમામ કેન્દ્રીય નોકરીઓ અને પરીક્ષાઓમાં પછાત વર્ગોને 27 ટકા અનામત આપી. પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાનું કામ કર્યું. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, ગરીબોની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી ગરીબો માટે કંઈ કર્યું નથી, ન તો જેએમએમએ કંઈ કર્યું છે. મોદીજીએ 10 વર્ષમાં ગરીબોને કાયમી ઘર આપ્યા, દરેક ગરીબને પાણી, ગેસ સિલિન્ડર, શૌચાલય અને 5 કિલો ઘઉં અને ચોખા મફત આપ્યા.
આ પણ વાંચો: 'દુબઈ ટ્રીપ, ફ્લેટ, કાર અને રૂપિયા 25 લાખ' Baba Siddiqueની હત્યા કરવા આરોપીઓને મળી હતી લાલચ!


