ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમિત શાહે JMM અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે કર્યો મોટો દાવો!

ઝારખંડમાં ભાજપાના નેતા અમિત શાહે કોંગ્રેસ અને જેએમએમ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝારખંડમાં નોકરીઓ હડપી રહ્યા છે અને સ્થાનિક છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસને ઓબીસી વિરોધી પાર્ટી ગણાવી અને કહ્યું કે કોંગ્રેસે કાશ્મીરને આતંકવાદનું કેન્દ્ર બનાવ્યું છે.
04:39 PM Nov 09, 2024 IST | Hardik Shah
ઝારખંડમાં ભાજપાના નેતા અમિત શાહે કોંગ્રેસ અને જેએમએમ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝારખંડમાં નોકરીઓ હડપી રહ્યા છે અને સ્થાનિક છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસને ઓબીસી વિરોધી પાર્ટી ગણાવી અને કહ્યું કે કોંગ્રેસે કાશ્મીરને આતંકવાદનું કેન્દ્ર બનાવ્યું છે.
amit shah in jharkhand

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) ઝારખંડના હઝારીબાગમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા કોંગ્રેસ અને ઝારખંડ મુકતી મોર્ચા (JMM) પર સખત પ્રહારો કર્યા હતા. અમિત શાહે (Amit Shah) આ અવસરે ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે એક મોટો દાવો કર્યો. તેમનો આ દાવો છે કે બાંગ્લાદેશી લોકો ઝારખંડમાં ઘૂસીને ન માત્ર નોકરીઓ હડપી રહ્યા છે, પરંતુ સ્થાનિક ઝારખંડની દીકરીઓ સાથે લગ્ન પણ કરી રહ્યા છે.

અમિત શાહનું બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે નિવેદન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, જો આજકાલના યુવાનોને નોકરીઓ ન મળે, તો તેઓ કઈ રીતે જીવશે? તેઓને આ નોકરીઓ મળવા માટે ગેરકાયદે ઘૂસણખોરો સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. તેમણે દાવો કર્યો કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝારખંડની નોકરીઓ પર કબજો કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે કાશ્મીરને આતંકવાદનું કેન્દ્ર બનાવ્યું હતું અને તેમના નેતાઓ લાલ ચોક જવાથી ડરે છે. JMM ની આગેવાની હેઠળનું શાસક ગઠબંધન મનરેગા, જમીન, ખાણકામ અને દારૂના કૌભાંડો માટે જવાબદાર છે અને વડા પ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલું મફત રાશન ખાઈ ગયા છે. અમિત શાહે વધુમાં કહ્યું, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીની સરકાર સૌથી ભ્રષ્ટ સરકાર છે. કોંગ્રેસના એક સાંસદના ઘરેથી 350 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. તેમને ગણવા માટે વપરાતા મશીનો થાકી ગયા. આ પૈસા તમારા છે, ઝારખંડના યુવાનો અને ગરીબોના છે, જે આ કોંગ્રેસીઓએ ઉઠાવી લીધા છે.

અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઓબીસી વિરોધી પાર્ટી છે. જ્યારે પણ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પછાત વર્ગને અન્યાય થયો છે. 2014માં તમે નરેન્દ્ર મોદીની સરકાર બનાવી, મોદીજીએ તમામ કેન્દ્રીય નોકરીઓ અને પરીક્ષાઓમાં પછાત વર્ગોને 27 ટકા અનામત આપી. પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવાનું કામ કર્યું. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, ગરીબોની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી ગરીબો માટે કંઈ કર્યું નથી, ન તો જેએમએમએ કંઈ કર્યું છે. મોદીજીએ 10 વર્ષમાં ગરીબોને કાયમી ઘર આપ્યા, દરેક ગરીબને પાણી, ગેસ સિલિન્ડર, શૌચાલય અને 5 કિલો ઘઉં અને ચોખા મફત આપ્યા.

આ પણ વાંચો:  'દુબઈ ટ્રીપ, ફ્લેટ, કાર અને રૂપિયા 25 લાખ' Baba Siddiqueની હત્યા કરવા આરોપીઓને મળી હતી લાલચ!

Tags :
Amit ShahAmit Shah in Jharkhandamit shah newsamit shah said Bangladeshi infiltrators are grabbing jobsAmit Shah Speechamit shaha hazaribagh speechGujarat FirstHardik Shah
Next Article