AMIT SHAH : 'જેલમાં ગયા પછી કેજરીવાલે રાજીનામું આપી દીધું હોત તો...', નવા કાયદા મુદ્દે અમિત શાહે આપ્યો જવાબ
AMIT SHAH : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (AMIT SHAH)કેરળ (Kerala )પ્રવાસમાં કેન્દ્ર સરકારના બિલનો પણ ઉલ્લેખ કર્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં રજૂ કરેલા નવા બિલ અંતર્ગત જો વડાપ્રધાન,મુખ્યમંત્રી કે મંત્રી ગંભીર ગુનાહિત આરોપોમાં 30 દિવસથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહેશે, તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે દિલ્હીના (ભૂતપૂર્વ) મુખ્યમંત્રી જેલમાં ગયા પછી પણ સરકાર ચલાવી રહ્યા હતા, જો કેજરીવાલે (kejriwal)જેલમાં ગયા પછી રાજીનામું આપ્યું હોત તો આજે આ બિલની કોઈ જરૂર ન હોત.
વડાપ્રધાનને પણ લાગુ પડશે.
અમિત શાહે કહ્યું કે, શું દેશની જનતા ઇચ્છે છે કે કોઈ મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવે? હવે આ લોકો કહે છે કે પહેલા બંધારણમાં આવી જોગવાઈ કેમ નહોતી? અરે, જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું, ત્યારે આવા બેશરમ લોકોને કલ્પના પણ નહોતી કે તેઓ જેલમાં ગયા પછી પણ રાજીનામું નહીં આપે. તેમણે એમ પણ કહ્યું કે આ બિલ કોઈ પક્ષ માટે નથી, આ બિલ ભાજપના મુખ્યમંત્રીઓ તેમજ વડાપ્રધાનને પણ લાગુ પડશે.
70 વર્ષ પહેલાં એક ઘટના બની હતી
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 70 વર્ષ પહેલાં એક ઘટના બની હતી. જેમાં ઘણા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ જેલમાં ગયા હતા. આ બધાએ જેલમાં જતા પહેલા રાજીનામું આપી દીધું હતું. પરંતુ થોડા સમય પહેલા એક ઘટના બની હતી. જેમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેલમાં ગયા પછી પણ સરકાર ચલાવી રહ્યા હતા. સવાલ એ થઈ રહ્યો હતો કે, જેલમાંથી મુખ્યમંત્રી સરકાર કેવી રીતે ચલાવી શકે? બંધારણમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં? લોકશાહીમાં નૈતિકતાનું સ્તર જાળવવાની જવાબદારી શાસક અને વિપક્ષ બંને પક્ષની છે.
આ પણ વાંચો -Mumbai Airport: મુંબઇ-જોધપુરની ફ્લાઇટ પાયલોટે અચાનક જ રોકી દીધી
બિલમાં શું જોગવાઈ છે?
કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેના કારણે ઘણો વિવાદ થઈ રહ્યો છે. પ્રસ્તાવિત બિલમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રી વિરુદ્ધ 5 વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ ધરાવતી કલમો હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવે તો આવી સ્થિતિમાં તેમની ધરપકડના 31મા દિવસે તેમનું પદ છોડવું પડશે. અને જો તેઓ આમ નહીં કરે, તો તેઓ તેમની ધરપકડના 31મા દિવસે આપમેળે આ પદથી દૂર થઈ જશે.
આ પણ વાંચો -PM Modi Biha : ચૂંટણી પહેલા બિહારમાં મોટો ખેલ! PM મોદીની સભામાં દેખાયા RJDના બે ધારાસભ્ય
કેન્દ્રીય મંત્રી તેમની ધરપકડના 31મા રાજીનામું આપશે
જ્યારે આવું બને ત્યારે ભારતના રાષ્ટ્રપતિ, દેશના પ્રધાનમંત્રીની સલાહ પર જે તે કેન્દ્રીય મંત્રીને તેમની ધરપકડના 31મા દિવસ સુધી તેમના પદ પરથી દૂર કરી શકે છે. જો કોઈ કારણોસર દેશના પ્રધાનમંત્રી આ અંગે કોઈ નિર્ણય ના લે અને તેઓ કેન્દ્રીય મંત્રીને બચાવવાનો પ્રયાસ કરે છે, તો આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી તેમની ધરપકડના 31મા દિવસે પોતે આ પદ પરથી રાજીનામું આપશે. તેમની પાસેથી બધી જવાબદારીઓ પાછી લેવામાં આવશે.