Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘હિન્દુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે, હિન્દુ આતંકવાદની થિયરી કોંગ્રેસની રચના’: રાજ્યસભામાં અમિત શાહનો હુંકાર

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે “હિન્દુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે, હિન્દુ આતંકવાદની થિયરી કોંગ્રેસની રચના છે.
‘હિન્દુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે  હિન્દુ આતંકવાદની થિયરી કોંગ્રેસની રચના’  રાજ્યસભામાં અમિત શાહનો હુંકાર
Advertisement
  • ‘હિન્દુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે, હિન્દુ આતંકવાદની થિયરી કોંગ્રેસની રચના’: રાજ્યસભામાં અમિત શાહનો હુંકાર

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે “હિન્દુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે, હિન્દુ આતંકવાદની થિયરી કોંગ્રેસની રચના છે.” આ ચર્ચા દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સદનમાં હાજરીની માગણી કરી, જેના જવાબમાં શાહે કહ્યું, “વડાપ્રધાન ઓફિસમાં જ છે, શું તમને તેમને સાંભળવાનો વધુ શોખ છે? આનાથી વધુ તકલીફ થશે!”

વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ
અમિત શાહે બોલવાનું શરૂ કરતાં જ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીની સદનમાં ગેરહાજરીને “સદનનું અપમાન” ગણાવ્યું. ખડગેએ કહ્યું, “વડાપ્રધાને સદનમાં આવીને સવાલોના જવાબ આપવા જોઈએ.” જવાબમાં શાહે કહ્યું, “વિપક્ષની માગણી યોગ્ય નથી. બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં નક્કી થયું હતું કે સરકાર ગમે તેના દ્વારા જવાબ આપી શકે છે.” આ દરમિયાન કોંગ્રેસ, ટીએમસી અને આરજેડીએ સદનમાંથી વોકઆઉટ કર્યું.

Advertisement

ઓપરેશન મહાદેવ અને સિંદૂરની સફળતા
શાહે ઓપરેશન મહાદેવની સફળતા પર બોલતાં જણાવ્યું કે આ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં પહેલગામ હુમલામાં સામેલ સુલેમાનનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “આ હુમલામાં લશ્કર-એ-તૈયબાનો હાથ હતો, અને ઓપરેશન સિંદૂરમાં તેમનું હેડક્વાર્ટર ધ્વસ્ત કરવામાં આવ્યું.” શાહે ઉમેર્યું કે પહેલગામ હુમલા પછી તેઓ કાશ્મીર પહોંચ્યા હતા અને સુરક્ષા બેઠકમાં આતંકવાદીઓને પકડવાનો આદેશ આપ્યો હતો. આ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલી ત્રણ રાઈફલોની ચંડીગઢની લેબમાં તપાસ કરવામાં આવી, જેમાં સાબિત થયું કે આ જ રાઈફલોનો હુમલામાં ઉપયોગ થયો હતો.

Advertisement

શાહે સેના, પોલીસ, સીઆરપીએફ, એનઆઈએ અને એફએસએલના અધિકારીઓને આ સફળતા માટે અભિનંદન આપ્યા અને કહ્યું, “ઘણા લોકોએ મેસેજ મોકલ્યા હતા કે આતંકવાદીઓને માથામાં ગોળી મારવી. અમે તેમના માથામાં જ ગોળી મારી.”

કોંગ્રેસ પર આકરા પ્રહાર
શાહે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ પર નિશાન સાધતા કહ્યું, “ચિદમ્બરમ પાકિસ્તાનને મદદ કરવા ઇચ્છે છે? ઓપરેશન સિંદૂરના સબૂતો શા માટે માંગે છે?” તેમણે ઉમેર્યું, “કોંગ્રેસે હિન્દુ આતંકવાદનો ખોટો સગૂફો રચ્યો, જેનો હેતુ ફક્ત રાજકીય લાભ લેવાનો હતો.” શાહે કોંગ્રેસની આતંકવાદ વિરુદ્ધની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, “કોંગ્રેસના શાસનમાં દર વર્ષે આતંકી હુમલા થતા હતા, પરંતુ તેમણે શું કર્યું? ફક્ત ડોઝિયર મોકલ્યા. આજે અમારી સરકાર બ્રહ્મોસ મિસાઇલ મોકલે છે.”

પીઓકે અને કાશ્મીર પર મોટું નિવેદન
શાહે રાજ્યસભામાં મોટું નિવેદન આપતા કહ્યું, “પીઓકે કોંગ્રેસે આપ્યું હતું, પરંતુ તે પાછું લેવાનું કામ ભાજપ કરશે.” તેમણે જણાવ્યું કે 7 મેના રોજ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા અને 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. શાહે કહ્યું, “ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદના દિલ પર હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાને આ હુમલાને પોતાના પર લીધો, અને 8 મેના રોજ જ્યારે તેમણે રિહાયશી વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતે તેમના એરબેઝને નષ્ટ કરી દીધા.”

કાશ્મીરમાં આતંકવાદનો અંત
શાહે કાશ્મીરમાં આતંકવાદના મૂળ પર પ્રહાર કરવાની વાત કરતાં કહ્યું, “5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યું, જેનાથી આતંકવાદનું ઇકોસિસ્ટમ ખતમ કરવાનું કામ શરૂ થયું. છેલ્લા 6 મહિનામાં કાશ્મીરનો એક પણ યુવા આતંકી સંગઠનોમાં જોડાયો નથી. પહેલગામ હુમલાનો સમગ્ર ઘાટીમાં વિરોધ થયો.” તેમણે ઉમેર્યું કે જમાત-એ-ઇસ્લામી જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને એનઆઈએ તેમજ ઇડીએ આતંકવાદના નેટવર્કને નષ્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

કોંગ્રેસની નીતિઓ પર સવાલ
શાહે કોંગ્રેસની આતંકવાદ વિરુદ્ધની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, “કોંગ્રેસે પોટા કાયદાનો વિરોધ કર્યો અને સત્તામાં આવતાં જ તેને રદ કર્યો. દાઉદ ઇબ્રાહિમ, સલાઉદ્દીન, ટાઇગર મેમન જેવા આતંકવાદીઓ કોંગ્રેસના શાસનમાં ભાગી ગયા.” તેમણે ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું, “અમે યુએપીએ અને એનઆઈએમાં સુધારા કર્યા, 370 હટાવ્યું અને આતંકવાદ વિરુદ્ધ એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કર્યું.”

આ પણ વાંચો- અમેરિકાના ટેરિફ બોમ્બથી ભારતના અર્થતંત્ર પર કેવી થશે નકારાત્મક અસર?

Tags :
Advertisement

.

×