Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Andhra Pradesh : તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદને લઇને શાંતિ યજ્ઞનું થશે આયોજન

લાડુ વિવાદ બાદ તિરુપતિમાં મહાશાંતિ હવન તિરુપતિ મંદિરે લાડુ વિવાદને લઇને શાંતિયજ્ઞ તિરુપતિ મંદિરે શાંતિ માટે યજ્ઞનું આયોજન Andhra Pradesh : તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) ના પ્રસાદ (Prasad) માં ભેળસેળનો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો...
andhra pradesh   તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદને લઇને શાંતિ યજ્ઞનું થશે આયોજન
Advertisement
  • લાડુ વિવાદ બાદ તિરુપતિમાં મહાશાંતિ હવન
  • તિરુપતિ મંદિરે લાડુ વિવાદને લઇને શાંતિયજ્ઞ
  • તિરુપતિ મંદિરે શાંતિ માટે યજ્ઞનું આયોજન

Andhra Pradesh : તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) ના પ્રસાદ (Prasad) માં ભેળસેળનો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો છે. તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple), જે તેના પ્રસાદ (Prasad) માટે ખુબ પ્રસિદ્ધ છે, ત્યાં આવી ગેરરીતિઓની ખબર સામે આવ્યા બાદ ભક્તોમાં નિરાશા અને ગુસ્સો વ્યાપી ગયો છે. આ મામલે તરત જ રાજ્ય સરકારે પગલા લીધા હતા અને કેટલાક મોટા નિર્ણય લીધા છે, જેથી મંદિરના પરંપરાઓનું પાલન થઈ શકે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.

TTD એ મહાશાંતિ હોમનું આયોજન કર્યું

તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ મંદિર પ્રશાસને મંદિરની પવિત્રતા માટે ખાસ તૈયારીઓ કરી છે. સોમવાર (23 સપ્ટેમ્બર)ના રોજ તિરુમાલા મંદિરમાં સંપ્રદાય અને શાંતિ હોમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને ઈવેન્ટ્સ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યા છે કે જો પ્રસાદમાં જાનવરોની ચરબીને કારણે મંદિરમાં કોઈ અશુદ્ધિ હોય તો તેને દૂર કરી શકાય. આ સાથે મંદિરના અધિકારીએ કહ્યું છે કે દર વર્ષે મંદિરની પવિત્રતા જાળવવા માટે પવિત્ર ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જણાવી દઇએ કે, TTD (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) એ લાડુ પ્રસાદમ વિવાદને પગલે મહા શાંતિહોમનું આયોજન કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના કાર્યકારી અધિકારી શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓ પૂજારીઓ સાથે હોમમાં હાજરી આપી હતી.

Advertisement

Advertisement

જણાવી દઈએ કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ ભારતમાં એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે, જેનું સંચાલન આંધ્ર પ્રદેશ સરકાર કરે છે. ટ્રસ્ટ મુખ્યત્વે સૌથી ધનાઢ્ય અને સૌથી વધુ મુલાકાત લેવાયેલ ધાર્મિક કેન્દ્ર, વેંકટેશ્વર મંદિર, તિરુમાલાની કામગીરી અને નાણાંકીય બાબતોની દેખરેખ રાખે છે. તેનું મુખ્ય મથક આંધ્ર પ્રદેશમાં તિરુમાલા, તિરુપતિ ખાતે છે.

આ પણ વાંચો:   Tirupati Laddu Controversy મુદ્દે દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ!

Tags :
Advertisement

.

×