ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ankita Bhandari: દોષિતો માટે અંકિતાના માતા-પિતાએ શું કરી માંગણી?

અંત્યત ચકચારી એવા અંકિતા ભંડારી મર્ડર કેસમાં ન્યાય થયો કોટદ્વાર કોર્ટે 3 ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી રાજ્ય સરકારને પીડિત પરિવારને વળતર આદેશ કરાયો Ankita Bhandari: ઉત્તરાખંડના (uttarakhand)બહુચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં (Murder Case)કોટદ્વારની (Kotdwar)સિવિલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે....
09:30 PM May 30, 2025 IST | Hiren Dave
અંત્યત ચકચારી એવા અંકિતા ભંડારી મર્ડર કેસમાં ન્યાય થયો કોટદ્વાર કોર્ટે 3 ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી રાજ્ય સરકારને પીડિત પરિવારને વળતર આદેશ કરાયો Ankita Bhandari: ઉત્તરાખંડના (uttarakhand)બહુચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં (Murder Case)કોટદ્વારની (Kotdwar)સિવિલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે....

Ankita Bhandari: ઉત્તરાખંડના (uttarakhand)બહુચર્ચિત અંકિતા ભંડારી મર્ડર કેસમાં (Murder Case)કોટદ્વારની (Kotdwar)સિવિલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી પુલકિત આર્યા, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત ઠેરવી તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ મૃતક અંકિતાના માતા-પિતા સોની દેવી અને વિરેન્દ્ર સિંહ ભંડારીએ કોર્ટ પાસે માગણી કરી છે. તેઓએ અપીલ કરી છે કે, આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે.

દોષિતોને ફાંસી આપવાની માંગ

કોટદ્વારની સિવિલ કોર્ટે અંકિતા ભંડારી હત્યા કેસમાં પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્વીકાર્યું છે કે ત્રણેયે મળીને હત્યા કરી હતી અને મૃતદેહ છુપાવ્યો હતો. પરંતુ કોર્ટના ચુકાદા બાદ મૃતકનો પરિવાર ભાવુક થયો હતો. અને તેઓએ દોષિતો માટે ફાંસીની સજાની માંગ કરી હતી. પરિવાર આ નિર્ણયથી અસંતુષ્ટ છે અને હાઇકોર્ટમાં અપીલ કરી રહ્યો છે અને દોષિતોને ફાંસી આપવાની માંગ કરી રહ્યો છે. અંકિતા ભંડારી હત્યા કેસમાં SIT દ્વારા તપાસ બાદ, કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તેમાં 97 સાક્ષીઓના નામ હતા. આમાંથી, ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓને કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટે તમામ સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે સુનાવણી હાથ ધરી હતી.

આ પણ  વાંચો -NEET PG 2025: ઉમેદવારો મામલે SCનો આદેશ, એક જ શિફ્ટમાં યોજાશે પરીક્ષા

મૃતકનો પરિવાર નથી સંતુષ્ટ

પીડિતાનો પરિવાર કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારીએ કહ્યું કે તેમને આશા હતી કે ગુનેગારોને ફાંસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે અને ગુનેગારોને ફાંસી અપાવવા માટે પ્રયાસ કરશે. અંકિતાની માતા સોની ભંડારીએ પણ કોર્ટના નિર્ણયને અપૂર્ણ ન્યાય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની પુત્રીની હત્યા જે રીતે કરવામાં આવી તેના માટે આજીવન કેદ પૂરતી નથી.

Tags :
Gujarat FirstKotdwarmurder caseUttarakhandverdict
Next Article