Delhi CM રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
- દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલાનો કેસ
- તહસીન સૈયદ નામના આરોપીની ધરપકડ
- રાજેશ સાકરિયાને પૈસા કર્યા હતા ટ્રાન્સફર
- બે દિવસ અગાઉ પોલીસે કરી હતી અટકાયત
- પૂછપરછ બાદ તહસીનની કરાઈ ધરપકડ
Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ છે અને એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તાજેતરમાં પોલીસે આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરી છે. આ વખતે આરોપી તરીકે રાજકોટના એક ઓટો ડ્રાઈવર તહસીન સૈયદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તહસીન આરોપી રાજેશ સાકરિયાનો નજીકનો મિત્ર છે અને તેણે રાજેશને આર્થિક મદદરૂપ થવા માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ કારણે હવે તેના પર પણ શંકાના ઘેરા વાદળ છવાઈ ગયા છે.
Delhi પોલીસે બે દિવસ પહેલાં કરી હતી અટકાયત
આ કેસમાં બે દિવસ પહેલા જ દિલ્હી પોલીસ (Delhi Police) એ રાજકોટમાંથી રાજેશ સાકરિયાના એક મિત્રની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મિત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અને રાજેશના મોબાઈલ ડેટાના આધારે પોલીસે તહસીન સૈયદ સુધી પહોંચવાની સફળતા મેળવી. સતત પૂછપરછ બાદ પોલીસને પુરતા પુરાવા મળ્યા અને તેના આધારે તહસીનની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી. જણાવી દઇએ કે, તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો એ થયો કે આરોપી ખીમજીએ મુખ્યમંત્રીના શાલીમાર બાગ સ્થિત નિવાસસ્થાનનો વીડિયો તહસીનને મોકલ્યો હતો. બદલામાં તહસીને ખીમજીને ₹2,000 ટ્રાન્સફર કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ હુમલાની તૈયારી પહેલા ખીમજી સતત તહસીનના સંપર્કમાં હતો.
#WATCH | Delhi CM attack case | Delhi police has arrested an auto driver from Rajkot, Gujarat, who is a friend of the accused Rajesh. He had allegedly transferred money to Rajesh: Delhi Police https://t.co/yaIS8MBsjD
— ANI (@ANI) August 25, 2025
Delhi પોલીસ શું કહે છે?
દિલ્હી પોલીસ (Delhi Police) એ માહિતી આપી છે કે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2017 થી 2024 વચ્ચે ખીમજી વિરુદ્ધ 5 કેસ નોંધાયા છે. આ કેસોમાં હુમલો અને દારૂ રાખવાના ગુનાઓનો સમાવેશ થાય છે. તેના પર દારૂની દાણચોરીમાં સંડોવણીના આરોપો પણ લાગ્યા છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસનું માનવું છે કે ખીમજીનો આ કેસમાં મોટો હાથ હોઈ શકે છે. રાજકોટ પોલીસે જણાવ્યું કે 19 ઓગસ્ટે ખીમજી રખડતા કૂતરાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધ માટે ઉજ્જૈનથી દિલ્હી પહોંચ્યો હતો. તેની પૂછપરછમાં ખુલ્યું કે તે મુખ્યમંત્રીના ‘જન સુનવાઈ’ કાર્યક્રમમાં પણ આ જ મુદ્દો ઉઠાવવા ગયો હતો.
કોર્ટ કસ્ટડી અને આગળની તપાસ
હાલમાં ખીમજી કોર્ટની મંજૂરીથી 5 દિવસની પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેની સાથે સાથે તેના 10 થી વધુ મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. સાથે જ, દિલ્હી પોલીસની એક ટીમ રાજકોટમાં અન્ય 5 લોકોના નિવેદનો પણ નોંધશે, જેમની માહિતી રાજેશના મોબાઈલ ડેટામાંથી મળી છે.
આ પણ વાંચો : શું CM Rekha Gupta પર થઇ રહી હતી રેકી? CCTV માં સામે આવ્યું ષડયંત્ર!


