Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HMPV વાયરસનો વધુ એક કેસ મુંબઈમાં નોંધાયો, અત્યાર સુધીનો આ દેશમાં 11મો કેસ

વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો ટળ્યો તો હવે ચીનના એક નવા વાયરસે લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. જીહા, ચીનમાંથી HMPV વાયરસના ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. તાજા જાણકારી મુજબ ભારતમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો છે.
hmpv વાયરસનો વધુ એક કેસ મુંબઈમાં નોંધાયો  અત્યાર સુધીનો આ દેશમાં 11મો કેસ
Advertisement
  • કોરોના જેવા જ HMVP વાયરસનો દેશમાં 11મો કેસ
  • મુંબઈમાં HMVP વાયરસનો નોંધાયો સૌપ્રથમ કેસ
  • મુંબઈની હીરાનંદાણી હોસ્પિટલમાં 6 મહિનાની બાળકી સંક્રમિત
  • મંગળવારે નાગપુરમાં પણ HMPVના નોંધાયા 2 કેસ
  • તામિલનાડુમાં પણ નોંધાયા HMPVના 2 કેસ
  • દેશના તમામ રાજ્યોમાં આરોગ્ય વિભાગ એક્ટિવ
  • આરોગ્ય વિભાગના અધિકારીઓએ કરી બેઠકો

HMPV : વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો ટળ્યો તો હવે ચીનના એક નવા વાયરસે લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. જીહા, ચીનમાંથી HMPV વાયરસના ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. તાજા જાણકારી મુજબ ભારતમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, મુંબઈની હીરાનંદાણી હોસ્પિટલમાં HMVP વાયરસનો સૌપ્રથમ કેસ નોંધાયો છે. આ કેસમાં 6 મહિનાની બાળકી HMPV (Human Metapneumovirus)થી સંક્રમિત થઈ છે. આ વાયરસ ભારતમાં નવી ચિંતા ઉભી કરી રહ્યો છે, અને આરોગ્ય વિભાગ તેના પ્રસારને રોકવા માટે વધુ સજાગ બન્યું છે.

Advertisement

6 મહિનાની બાળકીમાં સંક્રમિત

ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)એ પ્રવેશ કર્યો છે. મંગળવારે નાગપુરમાં HMPVના 2 નવા કેસ નોંધાયા હતા, જ્યારે તામિલનાડુમાં પણ HMPVના 2 કેસ નોંધાયા હતા. સમગ્ર દેશમાં હવે કુલ 11 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે હવે મુંબઈમાંથી એક HMPV સંક્રમિત દર્દી નોંધાયો છે. જણાવી દઇએ કે, 6 મહિનાની બાળકીમાં HMPV ના લક્ષણો જોવા મળ્યા છે. બાળકીને સારવાર માટે મુંબઈના પવઈની હિરાનંદાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નિષ્ણાતો અનુસાર, આ વાયરસના કારણે આરોગ્ય તંત્ર વધુ ચિંતિત થયું છે.

Advertisement

જણાવી દઇએ કે, દેશના વિવિધ રાજ્યોમાં આરોગ્ય વિભાગ HMPVના સંક્રમણને રોકવા માટે એક્ટિવ બન્યું છે. સુત્રોની માનીએ તો આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર બેઠક યોજવામાં આવી રહી છે, જેમાં વાયરસના પ્રસારને રોકવા અને સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર આપવાના ઉપાયો પર ચર્ચા થઈ રહી છે. આ સાથે, લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આરોગ્ય સુચનોનું પાલન કરવા માટે સુચનાઓ આપવામાં આવી રહી છે.

6 મહિનાની છોકરીમાં HMPV ના કયા લક્ષણો જોવા મળ્યા?

6 મહિનાની બાળકીને 1 જાન્યુઆરીએ ગંભીર ઉધરસ, છાતીમાં જકડન અને ઓક્સિજનના સ્તરમાં 84% ઘટાડા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રેપિડ PCR ટેસ્ટ દ્વારા બાળકીના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, બાળકીને ICU માં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેને બ્રોન્કોડિલેટર અને અન્ય દવાઓથી સારવાર આપવામાં આવી હતી અને નવજાત બાળકીને 6 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે અગાઉ કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં પણ HMPVના કેસ નોંધાયા હતા. આ પછી, નાગપુરમાં HMPV ના બે કેસ નોંધાયા હતા. જેમની તબિયત હવે પહેલા કરતા સારી છે.

આ પણ વાંચો :   કોરોનાથી કેટલો અલગ છે આ HMPV વાયરસ? Covid જેટલો ખતરનાક કે પછી..!

Tags :
Advertisement

.

×