Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તિરુપતિ મંદિરમાં ફરી એક દુર્ઘટના, લાડુ કાઉન્ટર પાસે લાગી આગ, ઘણા લોકો હતા હાજર

થોડા જ દિવસોમાં તિરુપતિ મંદિરમાં ફરી એક અકસ્માત સર્જાયો છે. સોમવારે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ મંદિરમાં લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી હતી. જ્યારે આ આગ લાગી ત્યારે કાઉન્ટર પાસે મોટી ભીડ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
તિરુપતિ મંદિરમાં ફરી એક દુર્ઘટના  લાડુ કાઉન્ટર પાસે લાગી આગ  ઘણા લોકો હતા હાજર
Advertisement
  • તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ મંદિરમાં લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી
  • આગ લાગી ત્યારે કાઉન્ટર પાસે મોટી ભીડ હતી
  • વહીવટીતંત્ર આગ ઓલવવામાં વ્યસ્ત છે

તિરુપતિમાં વધુ એક દુર્ઘઘટના

Tragedy at Tirupati temple : તિરુપતિ મંદિરમાં થોડા જ દિવસોમાં ફરી એક અકસ્માત સર્જાયો છે. સોમવારે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ મંદિરમાં લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી હતી. કાઉન્ટર પાસે મોટી ભીડ હતી ત્યારે આ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલમાં વહીવટીતંત્ર આગ ઓલવવામાં વ્યસ્ત છે. ફાયર બ્રિગેડની મદદથી આગને ઝડપથી કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમ ઉત્સવ દરમિયાન બની હતી. આ પ્રસંગે દેશભરમાંથી હજારો લોકો ત્યાં પહોંચ્યા છે.

મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા

આ ઘટના એવા સમયે બની છે, જ્યારે 8 જાન્યુઆરીએ થયેલા અકસ્માતને કારણે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 8 જાન્યુઆરીના રોજ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગની ઘટના તિરુપતિમાં એમજીએમ સ્કૂલ પાસે આવેલા બૈરાગી પટ્ટેડા પાસે બની હતી. ભક્તો વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ મેળવવા માંગતા હતા અને આ ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. આ ઘટના બાદ મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં, આવા અકસ્માતો ચિંતાનો વિષય બની રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો : "તમે દરેક વચન પૂરા કર્યા," દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટાડ્યું, ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી

Advertisement

Tags :
Advertisement

.

×