Kunal Kamra નો વધુ એક વીડિયો આવ્યો સામે,ઓફિસના તોડફોડનો કર્યો ઉલ્લેખ
- કુણાલ કામરાએ એક વીડિયો પોસ્ટ કર્યો
- હેબિટેટમાં થયેલી તોડફોડનો ઉલ્લેખ કર્યો
- કુણાલએ શિંદેની માફી માંગવાનો ઇનકાર કર્યો
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાના (Kunal Kamra)મજાકને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ થયો હતો.મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પરની ટિપ્પણી બાદ BMC એ ધ હેબિટેટ સ્થિત ઇમારતનો તે ભાગ તોડી પાડ્યો જે ગેરકાયદેસર હતો. કોમેડિયન કુણાલ કામરાએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. આ તોડફોડ પછી, કુણાલ કામરાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે હેબિટેટમાં થયેલી તોડફોડનો ઉલ્લેખ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો
કુણાલ કામરા દ્વારા એકનાથ શિંદે પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો દેશની સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેનાના સાંસદ ધૈર્યશીલ સંભાજીરાવ માનેએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. દરમિયાન,કોમેડિયન કુણાલ કામરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને તોડફોડની નિંદા કરી.
View this post on Instagram
કુણાલ કામરાએ કહ્યું- કે..........
હમ હોંગે કંગાલ હમ હોંગે કંગાલ હમ હોંગે કંગાલ એક દિન"
"મનમેં અંધવિશ્વાસ, દેશ કા સત્યાનાશ, હમ હોંગે કંગાલ એક દિન"
"કરેંગે દંગે ચારો ઓર, પુલીસ કે પંગે ચારો ઓર એક દિન"
"મન મેં નાથુરામ, હરકત આસારામ, હમ હોંગે કંગાલ એક દિન"
"હોગા ગાય કા પ્રચાર, લેકર હાથોમેં હથિયાર, હોગા સંઘ કા શિષ્ટાચાર એક દિન"
"જનતા બેરોજગાર,ગરીબી કી કગાર, હમ હોંગે કંગાલ એક દિન"
આ પણ વાંચો -અમે કટાક્ષને સમજીએ છીએ, પણ તેની એક લક્ષ્મણરેખા હોવી જોઈએ : શિંદે
કુણાલ કામરાએ શિંદેની માફી માંગવાનો ઇનકાર કર્યો
શિવસેનાના નેતા અને મંત્રી ગુલાબ રાવ પાટીલે એકનાથ શિંદે પરની ટિપ્પણી પર હાસ્ય કલાકાર કુણાલ કામરા પર નિશાન સાધ્યું અને કહ્યું કે જો તેઓ માફી નહીં માંગે તો શિવસૈનિકો તેમને પોતાની શૈલીમાં સમજાવશે. આ દરમિયાન કુણાલ કામરાએ પણ શિંદેની માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.


