કોણ છે દબંગ પોલીસ અધિકારી Anuj Chaudhary? જે UPSCની પરીક્ષા આપ્યા વગર બની ગયા IPS
- UPના પોલીસ અધિકારી Anuj Chaudharyને અપાયુ પ્રમોશન
- સંભલમાં તહેનાત CO અનુજ ચૌધરીની ASP તરીકે બઢતી
- UPSC આપ્યા વગર અનુજ ચૌધરી બન્યા IPS ઓફિસર
Anuj Chaudhary IPS: ભારતીય પોલીસ સેવાના એક જાણીતા અધિકારી અનુજ ચૌધરી (Anuj Chaudhary IPS) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે સંભલમાં તહેનાત CO અનુજ ચૌધરીને બઢતી આપીને તેમને એડિશનલ એસપી (ASP) તરીકે નિયુક્ત કર્યા છે. આ પદ મેળવીને અનુજ ચૌધરીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, કારણ કે તેઓ સ્પોર્ટ્સ ક્વોટાથી ASP બનનારા યુપીના પ્રથમ પોલીસ અધિકારી બન્યા છે.
મુઝફ્ફરનગરના બહેડી ગામના વતની અનુજ ચૌધરી (Anuj Chaudhary IPS)પોલીસમાં જોડાતા પહેલા એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પહેલવાન હતા. તેમની રમતગમતની સિદ્ધિઓ પણ ઘણી પ્રભાવશાળી રહી છે.
Anuj Chaudharyની રમતગમત ક્ષેત્રમાં સિદ્ધી
- રાષ્ટ્રીય સ્તર: 1997 થી 2014 સુધી તેમણે સતત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો.
- મેડલ: 2002 અને 2010ના નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા.
- એશિયન ચેમ્પિયનશિપ: 2005-2009માં મેડલ મેળવ્યા.
- ઓલિમ્પિક અને કોમનવેલ્થ: 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો અને 2004ના એથેન્સ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
View this post on Instagram
પોલીસમાં કેવી રીતે જોડાયા Anuj Chaudhary?
વર્ષ 2012માં તેમણે સબ-ઇન્સ્પેક્ટર તરીકે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પોલીસ સેવામાં જોડાયા હતા. એસપી કે.કે. બિશ્નોઈ અને એએસપી રાજેશ કુમાર શ્રીવાસ્તવે અનુજ ચૌધરીની વર્દી પર અશોક સ્તંભ લગાવીને તેમને સન્માનિત કર્યા.
View this post on Instagram
ASP બન્યા બાદ Anuj Chaudharyનો પગાર
ASPનું પદ ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ માટે એક પ્રારંભિક સ્તરનું પદ ગણાય છે. 7મા પગાર પંચ મુજબ, આ પદ પર મૂળ પગાર રૂ.56,100 પ્રતિ માસથી શરૂ થાય છે.
- પગાર: મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું અને અન્ય સુવિધાઓ સાથે ASPનો માસિક પગાર રૂ.1.10 લાખથી રૂ.1.50 લાખ સુધી પહોંચી શકે છે.
- સુવિધાઓ: ASP બન્યા બાદ તેમને સારા સરકારી આવાસ, ડ્રાઈવર સાથેની ગાડી અને પરિવાર માટે સુરક્ષા જેવી વધારાની સુવિધાઓ મળે છે. તેમને સરકારી અને પેનલ હોસ્પિટલોમાં મફત કે રાહત દરે સારવાર પણ મળે છે.
- પગારમાં વધારો: CO તરીકે અનુજ ચૌધરીની સેલરી 7મા પગાર પંચ હેઠળ રૂ.56,100 થી રૂ.1,77,500ના પે-બેન્ડમાં હતી. ASP બનવાથી તેમના પગારમાં લગભગ રૂ.15,000 થી રૂ.25,000નો વધારો થવાની શક્યતા છે.
ASPનું પદ એ ઉચ્ચ પોલીસ અધિકારી બનવાની દિશામાં પ્રથમ પગથિયું છે, જ્યાંથી તેઓ SP, DIG, IG અને DGP જેવા મોટા પદો સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: આજથી શરૂ: KBC 17, અમિતાભ બચ્ચનની ફી જાણીને ચોંકી જશો!


