Arjun Tendulkar engagement : કોણ છે રવિ ઘઈ? જેમની પૌત્રીની સગાઈ અર્જુન સાથે થઈ
- સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરની કરાઈ સગાઈ (Arjun Tendulkar engagement)
- મુંબઈના બિઝનેસમેન રવી ઘઈની પૌત્રી સાથે થઈ સગાઈ
- સાનિયા ચંડોક સાથે સગાઈ કરીને સૌને કર્યા આશ્ચર્યચકિત
- રવી ઘઈની આશરે 800થી 1000 કરોડની છે સંપત્તિ
Arjun Tendulkar engagement: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અને યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકરે 13 ઓગસ્ટના રોજ મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે સગાઈ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સગાઈ અત્યંત ખાનગી રીતે માત્ર બંને પરિવારોના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં થઈ હતી, જેના કારણે આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અનેક અટકળોનો અંત લાવી દીધો છે. જ્યાં લોકો સચિનની પુત્રી સારાના સંબંધો વિશે ચર્ચા કરતા હતા, ત્યાં અર્જુને ગુપચુપ રીતે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા.
અર્જુનના નવા સસરા રવિ ઘઈ મુંબઈના એક મોટા ઉદ્યોગપતિ છે જેમનું સામ્રાજ્ય હોસ્પિટાલિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલું છે. તેમની પાસે મુંબઈમાં પ્રખ્યાત ફાઈવ-સ્ટાર હોટેલ 'ઇન્ટરકોન્ટિનેન્ટલ' છે અને તેઓ પ્રીમિયમ આઈસ્ક્રીમ બ્રાન્ડ 'બ્રુકલિન ક્રીમરી' અને લોકપ્રિય બ્રાન્ડ 'ક્વોલિટી' ના માલિક છે. તેમની કંપની 'ગ્રેવિસ હોસ્પિટાલિટી લિમિટેડ' શેરબજારમાં પણ લિસ્ટેડ છે.
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ: સૂત્ર
મુંબઈના મોટા બિઝનેસમેનની દીકરી બનશે દુલ્હન@sachin_rt #BigBreaking #SachinTendulkar #ArjunTendulkar #Engaged #SaaniyaChandok #Engagement #GujaratFirst pic.twitter.com/GsYOMMzwxr— Gujarat First (@GujaratFirst) August 13, 2025
800થી 1000 કરોડની છે સંપત્તિ
અહેવાલો મુજબ, તેમના ગ્રુપની નેટવર્થ અને ખાનગી સંપત્તિનું મૂલ્ય રૂ.800 થી રૂ.1000 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. 'ગ્રેવિસ ગુડ ફૂડ્સ'નું માર્કેટ કેપ પણ રૂ.300 કરોડથી વધુ છે, જે તેમના બિઝનેસની મજબૂતી દર્શાવે છે. જોકે, તેમનું નામ તેમના પુત્ર ગૌરવ ઘઈ સાથે ચાલી રહેલા કૌટુંબિક વિવાદને કારણે પણ ચર્ચામાં રહ્યું છે, જે 2021 અને 2023ના ફેમિલી સેટલમેન્ટ એગ્રીમેન્ટ્સ સાથે જોડાયેલો છે.
નવા સબંધની શરૂઆત
અર્જુન તેંડુલકર પોતે એક પ્રતિભાશાળી ક્રિકેટર છે, જેઓ ડાબા હાથના ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે. સાનિયા ચંડોક, જેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે, તેની સાથે અર્જુનનું જોડાણ ક્રિકેટ અને ઉદ્યોગ જગત વચ્ચેનો એક નવો સંબંધ સ્થાપિત કરે છે.
લગ્નની તારીખ હજુ નક્કી નથી
આ સગાઈ બાદ હવે સૌની નજર તેમના લગ્ન પર ટકેલી છે. જોકે, હજી સુધી તેમના લગ્નની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ જોડીના લગ્ન પણ અર્જુનના પિતા સચિન તેંડુલકરના જીવનની જેમ જ સમાચારોમાં છવાયેલા રહેશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી Shilpa Shetty એ પતિ રાજ કુન્દ્રા સાથે મળીને 60 કરોડનું કરી નાંખ્યું!


