ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાશ્મીરમાં 370 હટી ચુકી છે હવે PoK ને પણ ટુંક સમયમાં પરત મેળવીશું: અમિત શાહ

Amit Shah on PoK : અમિત શાહે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું છે અને રહેશે. મોદી સરકારે કલમ 370 ને ખતમ કરીને આ તરફ ડગલા માંડવાની શરૂઆત કરી દીધી છે.
08:40 PM Jan 02, 2025 IST | KRUTARTH JOSHI
Amit Shah on PoK : અમિત શાહે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું છે અને રહેશે. મોદી સરકારે કલમ 370 ને ખતમ કરીને આ તરફ ડગલા માંડવાની શરૂઆત કરી દીધી છે.
Amit shah on PoK

Amit Shah on PoK : અમિત શાહે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું છે અને રહેશે. મોદી સરકારે કલમ 370 ને ખતમ કરીને આ તરફ ડગલા માંડવાની શરૂઆત કરી દીધી છે.

Amit Shah At Book Launch : દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સાતત્ય અને સંબંદ્ધતાનું ઐતિહાસિક વૃતાંત નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુરૂવારે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આર્ટિકલ 370, આતંકવાદ અંગે પોતાની વાત રજુ કરી. આ સાથે જ તેમણે ઇશારા ઇશારામાં તેમ પણ કહ્યું કે પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર પણ ભારતનો જ હિસ્સો બનશે.

આ પણ વાંચો : સંભલની શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા! સર્વે રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા

અંગ્રેજો દ્વારા લખાયેલા ઇતિહાસની વ્યાખ્યા જ ખોટી

શાહે કહ્યું કે, અંગ્રેજોના સમયે લખાયેલા ઇતિહાસની વ્યાખ્યા જ ખોટી હતી. સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જે સાંસ્કૃતીક રીતે જોડાયેલો છે. આ દેશની વ્યાખ્યા તે ન કરી શકે જે જિયો પોલિટિકલ દ્રષ્ટીએ દેશને જુએ છે. ભારતે સમજવા માટે સમગ્ર દેશને જોડનારા તત્વોને સમજવું પડશે. દેશમાં જે કળા, વાણીજ્ય અને સંસ્કૃતિ કાશ્મીરમાં હતી તે ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઇ. કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ હતું છે અને રહેશે.

370 ની કલમે જ આતંકવાદીઓને પોષ્યા

ગૃહમંત્રીએ કહ્યું કે, મોદી સરકારે આર્ટિકલ 370 રદ્દ કરવાનું કામ કર્યું. આ 370 ની કલમે કાશ્મીરમાં ઉગ્રવાદ અને આતંકવાદને પોષણ પુરૂ પાડ્યું. 370 હટ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો. ખીણથી આતંકવાદની ઇકોસિસ્ટમને નષ્ટ કરી દેવામાં આવી. અનેક વખત લોકો મને પુછે છે કે, કલમ 370 હટવી અને આતંકવાદને શું સંબંધ હતો? જો કે તેમને નથી ખબર કે આ કલમ 370 જ ખીણના યુવાનોને ગેરમાર્ગે દોરીને અલગતાવાદના ઝેરી બીજ તેમના મનમાં રોપી રહી હતી.

આ પણ વાંચો : Kutch: ગુરૂ અને શિષ્યના સંબંધને લાગ્યું લાંછન, માધાપરમાં બાળકી સાથે અડપલા કરતા શિક્ષકની ધરપકડ

કાશ્મીરમાં જ કેમ આતંકવાદ ઉછર્યો?

મુસ્લિમ વસ્તી દેશના અનેક હિસ્સાઓમાં છે, પછી દેશના કોઇ ખાસ હિસ્સામાં જ કેમ આતંકવાદીઓ આવ્યા અને ઉછર્યા. લોકો કહે છે કે તે પાકિસ્તાન નજીક છે. પાકિસ્તાનની નજીકમાં તો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ પણ છે. તેમ છતા કાશ્મીરમાં જ કેમ આતંકવાદી ઘટનાઓ બની અથવા તો કોઇ પણ આતંકવાદી ઘટનાના તાર કાશ્મીર સાથે જ જોડાયા.

આ પણ વાંચો : આવતા અઠવાડિયે જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, જાણો ક્યારે થઈ શકે છે મતદાન

Tags :
Amit ShahAmit Shah At Book LaunchAmit Shah On Pokbreaking newsGujarat FirstGujarati NewsGujarta First NewsJammu-KashmirLadakhlatest newsPOK
Next Article