Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીના CM આતિશીની ધરપકડની આશંકા, ટ્રાન્સપોર્ટ વિભાગમાં તૈયાર થઈ રહ્યો છે કેસ- કેજરીવાલનો આરોપ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ આતિશીની ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે કહ્યું કે, આતિશીની ધરપકડ માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
દિલ્હીના cm આતિશીની ધરપકડની આશંકા  ટ્રાન્સપોર્ટ વિભાગમાં તૈયાર થઈ રહ્યો છે કેસ  કેજરીવાલનો આરોપ
Advertisement
  • કેજરીવાલે દિલ્હીના સીએમ આતિશીની ધરપકડની આશંકા વ્યક્ત કરી
  • આતિશીની ધરપકડ માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે
  • LGએ દિલ્હી સરકારના કામો રોકવાનો પ્રયાસ કર્યો
  • હું પરિણામ ભોગવવા તૈયાર છું- CM આતિશી
  • મહિલા સન્માન યોજના દિલ્હી કેબિનેટનો નિર્ણય
  • ભાજપનુ કામ AAP સરકારના કામોને રોવાનુ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ આતિશીની ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે કહ્યું છે કે, આતિશીની ધરપકડ માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?

દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે નવો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, દિલ્હીના સીએમ આતિશીજીની ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. AAP ચીફ કેજરીવાલે મોટો દાવો કરતા કહ્યું કે, 'ED-CBI-Income Tax ને દિલ્હીના CM આતિશીની ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું છે. હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું. અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આતિશી વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ વિભાગમાં નકલી કેસ નોંધવામાં આવી રહ્યો છે. આતિશીની ધરપકડ કરતા પહેલા તેઓ મારા સહિત AAPના વરિષ્ઠ નેતાઓ પર દરોડા પાડશે. આ કાર્યવાહીનો હેતુ AAPના સકારાત્મક અભિયાનથી ધ્યાન ભટકાવવાનો છે.

Advertisement

LG એ દિલ્હી સરકારના કામો રોકવાનો પ્રયાસ કર્યો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું, 'અમે જાણીએ છીએ કે ભાજપે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીના લોકો વિરુદ્ધ કેવી રીતે ષડયંત્ર રચ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા દિલ્હી સરકારના કામકાજને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે AAP સરકારને રોકવાના BJPના તમામ કાવતરા નિષ્ફળ ગયા ત્યારે તેમણે પાર્ટીના ટોચના નેતૃત્વની ધરપકડ કરવાનું શરૂ કર્યું. તેઓએ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આમ છતાં તેઓ AAP સરકારનું કામ રોકી શક્યા નથી.

Advertisement

પરિણામ ભોગવવા માટે તૈયારઃ આતિશી

કેજરીવાલ બાદ દિલ્હીના સીએમ આતિશીએ પણ ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'મને જણાવવામાં આવ્યું છે કે મારા વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત નકલી કેસ નોંધવામાં આવી રહ્યો છે. હું પરિણામ ભોગવવા તૈયાર છું. મને કાયદા પર વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે, જો મારી ધરપકડ થશે તો મને જામીન મળી જશે. ભાજપ દિલ્હીવાસીઓના કામોને રોકવા માંગે છે, પરંતુ દિલ્હીની જનતા તમારા એજન્ડાથી વાકેફ છે.

મહિલા સન્માન યોજના દિલ્હી કેબિનેટનો નિર્ણય

આતિશીએ કહ્યું, 'AAP એજ્યુકેશન, હેલ્થ, ફ્રી બસ યાત્રા જેવા કામો કરે છે. જ્યારે ભાજપનુ કામ AAP સરકારના કામોને રોવાનુ છે. દિલ્હીના બે વિભાગોની જાહેરાતની નોટિસ અંગે દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું, 'વિભાગોની પ્રકાશિત નોટિસ ખોટી છે. વહીવટી કામ સરકાર કરશે. તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. મહિલા સન્માન યોજના દિલ્હી કેબિનેટનો નિર્ણય છે. આ યોજનાની જાણ પહેલેથી કરવામાં આવી છે. દિલ્હી સરકારે મહિલા મતદારો માટે 1000 રૂપિયાની સ્કીમ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે, ચૂંટણી જીત્યા બાદ 2100 રૂપિયા આપવામાં આવશે. આ સાથે સંજીવની યોજના પણ લાવવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે હિમવર્ષા, કોલ્ડવેવની અસરથી લોકો થથરી ઉઠ્યા

Tags :
Advertisement

.

×