PM મોદીના નિવેદન પર અરવિંદ કેજરીવાલનો પલટવાર; કહ્યું, વડાપ્રધાન દિલ્હીની જનતાને અપમાનિત કરી રહ્યા છે
- અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી
- પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા આરોપોનો વળતો જવાબ આપ્યો
- વડાપ્રધાન દરરોજ દિલ્હીની જનતાને ગાળો આપી રહ્યા છે: કેજરીવાલ
- જનતા ભાજપને અપમાનનો જવાબ ચૂંટણીમાં આપશે: કેજરીવાલ
- ભાજપ કેજરીવાલને ગાળો આપીને ચૂંટણી લડવા માંગે છે
Delhi Assembly election: આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને રોહિણીમાં પરિવર્તન રેલીમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા આરોપોનો વળતો જવાબ આપ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન દરરોજ દિલ્હીની જનતાને ગાળો આપી રહ્યા છે, દિલ્હીની જનતાનું અપમાન કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને રોહિણીમાં પરિવર્તન રેલીમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન દરરોજ દિલ્હીની જનતાને અપમાનિત કરી રહ્યા છે. દિલ્હીની જનતા ભાજપને આ અપમાનનો જવાબ ચૂંટણીમાં આપશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન આજે 38 મિનિટ બોલ્યા જેમાંથી 29 મિનિટ સુધી તેમણે દિલ્હીની જનતા અને દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ગાળો આપી. તેમણે કહ્યું, વડાપ્રધાન પાસેથી આશા છે કે તેઓ દેશને દિશા આપશે, હું તેમના અંગત હુમલાએ પર નથી જવા માંગતો.
શું કહ્યું કેજરીવાલે
ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, કેન્દ્રએ દિલ્હીની વિકાસ યોજના રોકી દીધી છે, PM મોદીએ ખેડૂતોને આપેલું વચન પણ પૂરું નથી કર્યું, 2020માં તેમણે જમીન સુધારણાનું વચન આપ્યું હતું, અમે તેને દિલ્હી વિધાનસભામાં પાસ કરાવ્યું હતું. ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે, દિલ્હી ગ્રામીણના ખેડૂતોને હજુ સુધી માલિકીનો હક નથી મળ્યો, 2020માં વડાપ્રધાન દ્વારા આ વચન પણ આપવામાં આવ્યું હતું. હજુ સુધી માસ્ટર પ્લાન સૂચિત કરવામાં આવ્યો નથી, જેના કારણે દિલ્હીનો વિકાસ અટકી ગયો છે. કેન્દ્રએ હજુ સુધી લેન્ડ પૂલિંગ પોલિસી અપનાવી નથી.
આ પણ વાંચો : Delhi:રેપિડ રેલમાં PM મોદીએ કરી સફર,Namo Bharat કોરિડોરનું કર્યુ ઉદ્ઘાટન
અમે દિલ્હીવાસીઓના વિકાસ કાર્યોને રોકવા દીધા નથી
પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે, જે લોકો આમ આદમી પાર્ટી પર આરોપ લગાવે છે કે આમ આદમી પાર્ટી ખૂબ લડે છે, તો આજનું ઉદ્ઘાટન તે લોકો માટે જવાબ છે કે આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે કામ કરે છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા, અમારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, પરંતુ અમે અમારા પર થયેલા અત્યાચારને મુદ્દો નથી બનાવ્યો. જો અમે તેને મુદ્દો બનાવ્યો હોત તો આજે આ ઉદ્ઘાટન ન થયા હોત. આ ઉદ્ઘાટન એટલા માટે થયું કારણ કે અમે જેલમાંથી બહાર આવ્યા અને તેમ છતાં અમે વિચાર્યુ કે, દિલ્હીનું કામ અટકવું ન જોઈએ. અમે દિલ્હીના વિકાસને સૌથી ઉપર રાખ્યો. જ્યારે પણ દિલ્હીના લોકો માટે જરૂરત પડી, ત્યારે અમે તેમના (કેન્દ્રના) હાથ-પગ જોડ્યા, હાથ-પગ જોડવાથી કામ ન થયું, ત્યારે અમે સંઘર્ષ કર્યો. આજનું ઉદ્ઘાટન એ સૌથી મોટો સંકેત છે કે, આમ આદમી પાર્ટી દિલ્હીના લોકો માટે કામ કરાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, અમે તમારું કામ અટકવા નહીં દઈએ.
ભાજપ કેજરીવાલને ગાળો આપીને ચૂંટણી લડવા માંગે છે
કેજરીવાલે કહ્યું કે, દિલ્હીથી NCRને જોડતી રેપિડ રેલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન થયું, નવી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન થયું, હું આ પ્રોજેક્ટ્સ માટે દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું, વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી આતિષીએ આ પ્રોજેક્ટ્સનું સ્વાગત કર્યું . આ દિલ્હી અને કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે. તેમણે કહ્યું કે, ભાજપ કેજરીવાલને ગાળો આપીને જ ચૂંટણી લડવા માંગે છે, દિલ્હીની જનતા બદલો લેવા તૈયાર છે.
આ પણ વાંચો : Jammu Kashmir માં મોટી દુર્ઘટના, કિશ્તવાડમાં ખીણમાં ખાબકી કાર


