Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ashwini Vaishnav : કૃષિ-રેલવે માટે મોદી સરકારની 6 મહત્ત્વની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય NCDCને સશક્ત બનાવવા 2000 કરોડની મંજૂરી Union Cabinet meeting  : કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી છે....
ashwini vaishnav   કૃષિ રેલવે માટે મોદી સરકારની 6 મહત્ત્વની જાહેરાત કરી
Advertisement
  • કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી
  • મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
  • NCDCને સશક્ત બનાવવા 2000 કરોડની મંજૂરી

Union Cabinet meeting  : કેન્દ્ર સરકારે કૃષિ અને રેલવે ક્ષેત્રમાં કૂલ 6 મોટી જાહેરાત કરી છે. મોદી (PM Narendra Modi)કેબિનેટની (Union Cabinet meeting)બેઠકમાં 6 મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાંથી બે કૃષિ સાથે સંબંધિત જ્યારે ચાર રેલવે સાથે જોડાયેલા છે. આ જાહેરાતોનો ઉદ્દેશ્ય દેશના સહકારી સંસ્થાને મજબૂત કરવા અને રેલવે નેટવર્કને સારો કરવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav)કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય

મળતી માહિતી પ્રમાણે આજે અશ્વિની વૈષ્ણવે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સહકારી વિકાસ નિગમ માટે 2 હજાપ કરોડ રૂપિયાની નાણાકીય સહાયની મંજૂરી આપી છે. જ્યારે આ નાણાકીય સહાયનો ઉપયોગ NCDC દ્વારા નવી યોજનાઓની સ્થાપના, પ્લાન્ટોના વિસ્તરણ, સહકારી સમિતિઓને લોન આપવી અને વર્કિંગ કેપિટલ જેવી જરૂરિયાતોને પૂરી પાડવા માટે કરવામાં આવશે.

Advertisement

NCDCને સશક્ત બનાવવા માટે 2000 કરોડ રૂપિયાની મંજૂરી

કેન્દ્રીય મંત્રી મંડળે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC)ને મજબૂત બનાવવા માટે 2000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે જેમાં 13 હજાર સહકારી સમિતી અને 3 કરોડ સભ્યોને ફાયદો થશે.

Advertisement

આ પણ  વાંચો -દિલ્હી પોલીસને મળ્યા નવા કમિશનર, SBK સિંહને મળી આ જવાબદારી

પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મંજૂરી

પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને સુદ્રઢ કરવા માટે કેન્દ્રીય મંત્રી મંડળે 6520 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમથી 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરેડિએશન સેન્ટર અને 100 ફૂડ ટેસ્ટિંગ લેબ સ્થાપવામાં આવશે જે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા વધારશે.

સંચાલિત સહકારીઓને મળશે લાભ

સરકારના જણાવ્યા મુજબ, આ પગલાથી સમગ્ર દેશમાં ડેરી, પશુપાલન, માછીમારી, ખાંડ, ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, સ્ટોરેજ અને કોલ્ડ સ્ટોરેજ જેવા અનેક ક્ષેત્રોની 13,288 સહકારી સંસ્થાઓના 2.9 કરોડ સભ્યોને, જેમાં શ્રમ અને મહિલાઓ દ્વારા સંચાલિત સહકારીઓને સારો એવો લાભ થશે.

આ પણ  વાંચો -Delhi-NCR ગત રાતથી ભારે વરસાદે મચાવી તબાહી , હજૂ વધુ 7 દિવસની આગાહી કરાઈ

ઇટારસી અને નાગપુર વચ્ચે ચોથી લાઇનને મંજૂરી આપી

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન ઇટારસી-નાગપુર ચોથી રેલવે લાઇન વિષે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટારસી અને નાગપુર વચ્ચે ચોથી લાઇનને મંજૂરી આપી છે. તેનું નિર્માણ દિલ્હી-ચેન્નઈ અને મુંબઈ-હાવડા જેવા ઉચ્ચ ઘનતા ધરાવતા કોરિડોર પર કરવામાં આવશે. આ સ્થાને દેશની ચારેય દિશાઓના માર્ગો મળતા થાય છે.

Tags :
Advertisement

.

×