આસામમાં હવે મુસ્લિમ ધારાસભ્યોને નમાજ બ્રેક નહીં મળે... 90 વર્ષોથી ચાલી આવતી પરંપરા પૂર્ણ
- હિમંતા સરકારે વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યો માટે નિર્ણય કર્યો
- સરકારના આ નિર્ણય બાદ ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે
- નમાજ માટે વિરામની આ પરંપરા છેલ્લા 90 વર્ષથી ચાલી આવતી હતી
આસામની હિમંતા સરકારે વિધાનસભામાં 'નમાજ માટે વિરામ' આપવાની દાયકાઓ જૂની પરંપરાનો અંત લાવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. આ પરંપરા છેલ્લા 90 વર્ષથી ચાલી આવી રહી હતી.
આસામની હિમંતા સરકારે વિધાનસભામાં 'નમાજ માટે વિરામ' આપવાની દાયકાઓ જૂની પરંપરાનો અંત લાવ્યો છે. જોકે આ નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લેવામાં આવ્યો હતો, પરંતુ બજેટ સત્ર દરમિયાન તેનો અમલ કરવામાં આવ્યો છે. આસામ સરકારના આ નિર્ણય બાદ ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે.
AIUDF ના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ નિર્ણય સંખ્યાના આધારે લાદવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ ધારાસભ્યો છે. અમે આ નિર્ણય સામે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા હતા, પરંતુ ભાજપ પાસે ધારાસભ્યો વધારે સંખ્યામાં છે અને તે આધારે આ નિર્ણય લગાવી રહ્યા છે.
સ્પીકર બિશ્વજીત દૈમારીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે બંધારણને ધ્યાનમાં રાખીને, આસામ વિધાનસભાએ અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ તેની કાર્યવાહી ચલાવવી જોઈએ, આ નિયમ સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેને સમિતિ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
નિયમ શું હતો?
આસામ વિધાનસભામાં અનુસરવામાં આવતી આ પરંપરા હેઠળ, મુસ્લિમ ધારાસભ્યોને શુક્રવારની નમાજ પઢવા માટે બે કલાકનો વિરામ આપવામાં આવ્યો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન ગૃહની કોઈ કાર્યવાહી થઈ ન હતી. વિપક્ષે ગૃહના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે અને તેને બહુમતીની મનમાની ગણાવી છે.
સીએમ હિમંતા બિસ્વા શર્માએ શું કહ્યું?
વિધાનસભાના નિર્ણય પછી, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું, અને કહ્યું કે આ પરંપરા 1937 માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લા દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને આ જોગવાઈને બંધ કરવાનો નિર્ણય "ઉત્પાદકતાને પ્રાથમિકતા આપે છે".
આના જવાબમાં સ્પીકર બિસ્વજીત દૈમારીએ કહ્યું કે આ નિર્ણય બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો હેઠળ લેવામાં આવ્યો છે. અન્ય દિવસોની જેમ, શુક્રવારે પણ ગૃહ નમાજ વિરામ વિના કાર્ય કરશે.
આ પણ વાંચો: Air india ની ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને થયો કડવો અનુભવ!


