આતિશીએ દિલ્હીના CM પદ પરથી રાજીનામું આપ્યું
- આપ અને કોંગ્રેસે દિલ્હીના પરિણામોનો સ્વિકાર કર્યો
- આતિશીએ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યું
- રાજીનામુ આપ્યા બાદ આતિશી સચિવાલયથી બહાર નીકળી ગયા
Atishi resigns as Delhi CM : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ બાદ ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી આતિશીને બાદ કરી ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત કેટલાક મોટા ચહેરાઓ પોતપોતાની બેઠકો પર હાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ સતત ત્રીજી વખત દિલ્હીમાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી.
આપ અને કોંગ્રેસે દિલ્હીના પરિણામોનો સ્વિકાર કર્યો છે અને ભાજપને જીતની શુભેચ્છા પાઠવી છે. હવે આપના મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામુ આપ્યા બાદ આતિશી સચિવાલયથી બહાર નીકળી ગયા છે.
કાલકાજીથી ચૂંટણી જીત્યા બાદ શનિવારે સાંજે આતિશી ઉજવણી કરતી જોવા મળી હતી. આના પર સ્વાતિ માલીવાલે કહ્યું હતુ કે, "તમને શરમ આવવી જોઈએ. તમારા મોટા નેતા હારી ગયા છે. આતિશી શું ઉજવવાનો પ્રયાસ કરી રહી હતી? વ્યક્તિએ સત્તા માટે એટલો લોભી ન હોવો જોઈએ કે લોકો માનવતા ભૂલી જાય."
દિલ્હીના સીએમ પદેથી રાજીનામું આપતા આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તે સચિવાલયમાંથી બહાર આવી ગઈ છે.
આ પણ વાંચો : Delhi Election Result : દિલ્હીમાં 'AAP' ની હાર બાદ Panjab માં થશે મોટો ઉલટફેર! માન સરકાર સામે પડકાર!