અતુલ સુભાષની પત્ની જેમાં નોકરી કરે છે તેણે કર્યો મોટો નિર્ણય, તમે પણ કહેશો આવું હોય
- નિકિતા સિંઘાનિયાની કંપનીએ લોક કર્યું પોતાનું ટ્વીટર હેન્ડલ
- અતુલ સુભાષની પત્ની કરે છે એક્સેન્ટર નામની કંપનીમાં કામ
- કંપનીની સીઇઓએ પણ પોતાનું ટ્વીટર હેન્ડલ લોક કરી દીધું છે
બેંગ્લુરૂ : ટેક એન્જિનિયર અતુલ સુભાષે પોતાની પત્ની નિકિતા સિંઘાનિયા અને સસુરાલવાળા પર ઉત્પીડનનો આરોપ લગાવીને જીવ ગુમાવ્યો હતો. હવે નિકિતા સિંઘાનિયાની કંપની, એક્સેન્ટરે એક મોટું પગલું ઉઠાવ્યું હતું.
Atul Subhash Sucide Case : બેંગ્લુરૂની ટેક એન્જિનિયર અતુલ સુભાષ સુસાઇડ કેસમાં તપાસ ચાલી રહી છે. અતુલ સુભાષે પોતાની પત્ની નિકિતા સિંઘાનિયા અને શ્વસુર પક્ષ પર ઉત્પીડનનો આક્ષેપ કરીને જીવન ટુંકાવ્યું હતું. હવે નિકિતા સિંઘાનિયાની કંપની એક્સેંટરે મોટું પગલું ઉઠાવ્યું છે. આ કંપનીએ સોશિયલ મીડિયા સાઇટ પર પોતાના એક્સ એકાઉન્ટને લોક કરી દીધું છે. માત્ર એટલું જ નહીં કંપનીના સીઇઓ જુલી સ્વીટનું એક્સ એકાઉન્ટ પણ લોક્ડ ગણાવાઇ રહ્યું છે.
અતુલ સુભાષનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અતુલ સુભાષનું શબ તેના ફ્લેટમાં મળી આવ્યું હતું. અતુલે અનેક પાનાની સુસાઇડ નોટ પણ છોડી હતી. ડોઢ કલાકના એક વીડિયોમાં પોતાનું દર્દ રજુ કર્યું હતું. આ ઉપરાંત દોઢ કલાકનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની પત્ની અને સસરા પક્ષના લોકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી હતી કંપની
અતુલની આત્મહત્યા અને પત્નીના આરોપો અંગે સોશિયલ મીડિયા પર ખુબ જ હલચલ છે. અનેક યુઝર્સ નીકિતા સિંઘાનિયાની કંપની પાસે માંગ કરી છે કે એક્સેંટર તેમને કંપનીમાંથી કાઢી મુકે. નિકિતા એક્સેંટર કંપનીમાં એઆઇ-એમએલ નિષ્ણાંત છે. એક્સેંટરના એક્સ એકાઉન્ટની સાથે સાથે કંપનીની સીઇઓ જુલી સ્વીટનું એકાઉન્ટ પણ લોક થઇ ચુક્યું છે. જુલીના એક્સ એકાઉન્ટ પર ક્લિક કરવાથી મેસેજ આવે છે કે, આ પોસ્ટ્સ પ્રોટેક્ટેડ છે. માત્ર અપ્રુવ્ડ ફોલોઅર જ જુલીની પોસ્ટ જોઇ શકે છે. એક્સેસ મેળવવા માટે ફોલ બટન પર ક્લિક કરીએ તો માહિતી મળે છે કે માત્ર અપ્રુવ્ડ ફોલોઅર્સ જ જુલની પોસ્ટ જોઇ શકે છે.
આ પણ વાંચો : શીખ રમખાણોથી ઈમરજન્સી સુધી! અનુરાગ ઠાકુરનો કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી જબરદસ્ત પ્રહાર
આઇટી કર્મચારી કરી રહ્યા છે ધરણા
બીજી તરફ આઇટી કર્મચારીઓએ સુભાષનો પક્ષ લઇ રહ્યા છે. આશરે 100 આઇટી કર્મચારીઓએ 12 ડિસેમ્બરે એક્સેંટરના બેંગ્લુરુ ઓફીસની બહાર પ્રદર્શન કર્યું. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અનુસાર જસ્ટિસ ફોર સુભાષના પોસ્ટર્સ કર્મચારીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. આ લોકોને અપીલ કરવામાં આવી કે આ લોકો દિલ્હીમાં જંતર મંતરની બહાર એકત્ર થાય. સાથે જ એક્સેંટરના કોલકાતા અને હૈદરાબાદ ઓફીસની બહાર પહોંચ્યા હતા.
નિકિતાના સમગ્ર પરિવારનું નામ
અતુલ સુભાષ કેસમાં તેમના ભાઇ વિકાસ કુમારે નિકિતા સિંઘાનિયા પર ફરિયાદ દાકલ કરાવી છે. ત્યાર બાદ નિકિતા સિંઘાનિયા ફરાર છે. નિકિતા ઉપરાંત તેની માતા અને ભાઇ પણ જોનપુર પોતાના ઘરેથી ફરાર છે. બેંગ્લુરુ પોલીસ દ્વારા ફાઇલ થયેલી ફરિયાદમાં નિકિતાની માતા અને ભાઇની વિરુદ્ધ પણ અનેક આરોપ છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે રાતના સમયે બાઇક પર ફરાર થતી જોવા મળીર હી છે.
આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન, હર્ષ સંઘવી બનશે મુખ્ય અતિથિ


