17 વિદ્યાર્થિનીઓના શોષણના આરોપસર બાબા ચૈતન્યાનંદની ધરપકડ, ₹8 કરોડની સંપત્તિ જપ્ત
- દિલ્હી પોલીસે આગ્રાથી આરોપી ચૈતન્યાનંદને ઝડપ્યો (Chaitanyanand Saraswati Arrest)
- કોલેજમાં 17 વિદ્યાર્થિનીઓએ લગાવ્યો હતો આરોપ
- 4 ઓગસ્ટે વસંત કુંજ પોલીસ મથકે નોંધાયો હતો ગુનો
- ગુનો દાખલ થયા બાદથી ફરાર હતો બાબા ચૈતન્યાનંદ
- નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી કાર પણ મળી હતી
Chaitanyanand Saraswati Arrest : દિલ્હી પોલીસે લાંબા સમયની શોધખોળ અને દરોડા બાદ આખરે સ્વયંભૂ બાબા ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર એક મેનેજમેન્ટ સંસ્થાની 17 વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાના ગંભીર આરોપો છે. ધરપકડ પહેલાં, આરોપી બાબા ઘણા દિવસો સુધી ફરાર હતો, જેના કારણે તેને પકડવા માટે પોલીસે ઘણા રાજ્યોમાં સઘન કાર્યવાહી કરવી પડી હતી.
પોલીસે તપાસ દરમિયાન ચૈતન્યાનંદ સરસ્વતી સાથે સંકળાયેલી લગભગ રુ.8 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. આ રકમ 18 બેંક ખાતાઓ અને 28 ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં વહેંચાયેલી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ પૈસા સરસ્વતી દ્વારા સ્થાપિત કરાયેલા એક ટ્રસ્ટના હતા, જેને કથિત રીતે મોટા પાયે દાન અને યોગદાન મળતું હતું.
વળી, એવું પણ જાણવા મળ્યું છે કે સરસ્વતી કથિત રીતે બે અલગ-અલગ નામો અને ભિન્ન માહિતીનો ઉપયોગ કરીને એક જ બેંક ખાતું ચલાવતો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે પ્રાથમિક ફરિયાદ (FIR) નોંધાયા બાદ આ ખાતાઓમાંથી લગભગ રુ.50-55 લાખની રકમ ઉપાડી લેવામાં આવી હતી.
યૌન શોષણ કેસમાં સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ | Gujarat First
દિલ્હી પોલીસે આગ્રાથી આરોપી ચૈતન્યાનંદને ઝડપ્યો
કોલેજમાં 17 વિદ્યાર્થિનીઓએ લગાવ્યો હતો આરોપ
4 ઓગસ્ટે વસંત કુંજ પોલીસ મથકે નોંધાયો હતો ગુનો
ગુનો દાખલ થયા બાદથી ફરાર હતો બાબા ચૈતન્યાનંદ
નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી કાર… pic.twitter.com/Ohj6zDIqmx— Gujarat First (@GujaratFirst) September 28, 2025
વિદ્યાર્થિનીઓમાં ડરનો માહોલ (Chaitanyanand Saraswati Arrest)
પીડિત વિદ્યાર્થિનીઓના એક મિત્રના દાવા મુજબ, સ્વયંભૂ બાબા કથિત રીતે વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન અને મૂળ પ્રમાણપત્રો પોતાની પાસે રાખીને તેમને પોતાની વાત માનવા માટે મજબૂર કરતો હતો. તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના બહાને કેટલીક વિદ્યાર્થિનીઓ પાસેથી તેમના ફોન જમા કરાવતો અને બદલામાં પોતાની પસંદગીનો એક નવો ફોન આપતો હતો. આનાથી તે સુનિશ્ચિત કરતો કે વિદ્યાર્થિનીઓનો બહારનો સંપર્ક સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં રહે.
મૂળ દસ્તાવેજ જપ્ત કરી લેવામાં આવતા
મિત્રએ જણાવ્યું કે સંસ્થામાં પ્રવેશ લેતાની સાથે જ વિદ્યાર્થીઓએ તેમના તમામ મૂળ દસ્તાવેજો અને પ્રમાણપત્રો જમા કરાવવા પડતા હતા, જે કોર્સ પૂરો થયા બાદ જ પરત મળતા. આ નિયમને કારણે વિદ્યાર્થિનીઓમાં ડરની ભાવના પેદા થઈ હતી. તેમને સતત ચિંતા રહેતી હતી કે જો તેઓ વિરોધ કરશે, તો તેમના પ્રમાણપત્રો પાછા નહીં મળે અને તેમનું શૈક્ષણિક કારકિર્દી બરબાદ થઈ જશે
આ પણ વાંચો : TamilNadu : વિજયની રેલીમાં ભાગદોડથી 36ના મોત, CMએ 10 લાખની સહાય જાહેર કરી


