IAS, PCS ની તૈયારી કરાવે છે આ 'બાબા', બાયોલોજીમાં કર્યું B.Sc, શિક્ષકની નોકરી છોડીને સંન્યાસી બન્યા
- બાબાએ પોતાના સમયમાં બાયોલોજીમાં B.Sc કર્યું હતું
- બાબાએ સિવિલ સર્વિસીસ માટે કોચિંગ આપવાનું શરૂ કર્યું
- દર વર્ષે તેમના દ્વારા ભણાવેલા બે થી ત્રણ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસમાં જાય છે
IAS PCS Free Coaching, Kumbh Mela 2025: તે સાધુ પણ એવા બન્યા કે તેમણે મૌન ઘારણ કરી લીધું. તે પછી દુનિયા તેમને મૌની બાબા તરીકે ઓળખવા લાગી. મૌની બાબા બન્યા પછી, તેમણે સિવિલ સર્વિસીસ માટે કોચિંગ આપવાનું શરૂ કર્યું. આ રીતે, મૌની બાબા એવા યુવાનોને મફત કોચિંગ આપે છે, જેઓ IAS, IPS બનવા માંગે છે. ચાલો તમને બાબાની આખી વાર્તા જણાવીએ...
કોણ છે મૌની બાબા
આ મહાકુંભમાં આવેલા મૌની બાબાની વાર્તા છે. મૌની બાબાનું પ્રતાપગઢમાં શિવ શક્તિ બજરંગ ધામ છે. મૌની બાબાનું સાચું નામ દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા 41 વર્ષથી મૌન છે, જેના કારણે તેઓ મૌની બાબા તરીકે જાણીતા થયા. દિનેશના પરિવારમાં ઘણા શિક્ષકો હતા, તેથી અભ્યાસ માટે તેમને ભણવા લાયક સારું વાતાવરણ મળ્યુ હતું. તેમનું શિક્ષણ પણ સારું થયું. તેમણે બાયોલોજીમાં બી.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો. દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી ઉર્ફે મૌની બાબાના પિતા એક કોલેજના પ્રિન્સિપાલ હતા. તેમના મૃત્યુ પછી, શિક્ષણ વિભાગે તેમના પિતાના સ્થાને તેમની કરુણાપૂર્ણ નિમણૂક કરી. આ રીતે મૌની દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી ઉર્ફે મૌની બાબા સરકારી શિક્ષક બન્યા.
IAS, PCS ફ્રી કોચિંગ: બાબા બોલ્યા વિના કેવી રીતે શીખવે છે?
સરકારી શિક્ષકની નોકરી મળ્યા પછી પણ, બાબાને તેમા રસ ન હતો અને તેમણે સન્યાસ લીધો. પાછળથી, બાબાએ બાળકોને ભણાવવાની જવાબદારી ઉપાડી. તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને મફત કોચિંગ આપવાનું શરૂ કર્યું. તે વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવે છે. આ ઉપરાંત, તે બાળકોના પ્રશ્નો લેખિતમાં લે છે અને તેમના જવાબો પણ લેખિતમાં જ આપે છે. એટલું જ નહીં, તે પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે નોટ્સ પણ તૈયાર કરે છે. ઘણા મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, દર વર્ષે તેમના દ્વારા ભણાવાતા બે થી ત્રણ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસમાં જાય છે.
આ પણ વાંચો : 'ઈન્ડિયા બ્લોક સમાપ્ત', કોંગ્રેસના નેતા પવન ખેરાએ કર્યો મોટો દાવો , કહ્યું- ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ હતું


