વાંચીને રડી પડશો! ₹20 લાખ માટે પિતાનું અપમાન થતા દુલ્હને ધ્રુસકે ધ્રુસકે રોતા લગ્ન તોડ્યા
- ફેરા પહેલાં જ વરપક્ષે દહેજમાં ₹20 લાખ રોકડા અને બ્રેઝા કાર માંગી
- દહેજની માંગણીથી દુલ્હન જ્યોતિએ તાત્કાલિક લગ્ન કરવાનો ઇન્કાર કર્યો
- દુલ્હને કહ્યું: "અપમાન કરનાર વ્યક્તિ સાથે જીવન ન વિતાવાય." જાન ખાલી હાથે પરત
- પોલીસે હોબાળો શાંત પાડી વરરાજા સહિત ત્રણની અટકાયત કરી
- દુલ્હનના સાહસનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર પ્રશંસા
Bareilly Dowry Marrige Cancels : ઉત્તર પ્રદેશના બરેલીમાં દહેજની લાલચે એક ખુશીના પ્રસંગને અચાનક હોબાળામાં ફેરવી દીધો. લગ્નના સાત ફેરા થાય તે પહેલાં જ વરપક્ષે બ્રેઝા કાર અને ₹20 લાખ રોકડા ની માંગણી મૂકી દીધી, જેના કારણે ગુસ્સે ભરાયેલી દુલ્હને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં દુલ્હનના સાહસની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ ઘટના 13 ડિસેમ્બર 2025ની રાત્રે બની હતી. કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના સદર બજારમાં રહેતા મુરલી મનોહરની પુત્રી જ્યોતિ (Jyoti) ના લગ્ન પ્રેમ નગરના રહેવાસી ઋષભ સાથે નક્કી થયા હતા. મે મહિનામાં સગાઈ કરવામાં આવી હતી, જેમાં કન્યા પક્ષે અંદાજે ₹3 લાખનો ખર્ચ કર્યો હતો અને સોનાના દાગીના તેમજ ₹5 લાખ રોકડા પણ આપ્યા હતા.
View this post on Instagram
ફેરા પહેલાં દહેજની માંગણી, હોબાળો મચ્યો
લગ્નના દિવસે જાન 'યુગવીણા' માં પહોંચી હતી. લગ્નની અન્ય તમામ વિધિઓ પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાત ફેરા લેવાય તે પહેલાં જ વરરાજા ઋષભ (Rishabh) અને તેના પરિવારે અચાનક જ બ્રેઝા કાર અને ₹20 લાખ રોકડા ની નવી માંગણી મૂકી દીધી. વરપક્ષે સ્પષ્ટ કહ્યું કે જો આ માંગણી પૂરી નહીં થાય, તો ફેરા નહીં થાય. કન્યા પક્ષે વરપક્ષને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દહેજના લોભીઓ ટસના મસ ન થયા.
આ મામલે હોબાળો વધતા પોલીસને બોલાવવામાં આવી અને પોલીસે તાત્કાલિક દૂલ્હો ઋષભ, તેના પિતા રામ અવતાર અને બનેવીને અટકાયતમાં લીધા.
Bareilly Dowry Marrige Cancels : દુલ્હને લગ્ન કરવાનો ચોખ્ખો ઈન્કાર કર્યો
આ દરમિયાન, દુલ્હન જ્યોતિએ પોતે આગળ આવીને એક હિંમતભર્યો નિર્ણય લીધો. જ્યોતિએ સ્પષ્ટ કહ્યું, "હું આ દહેજના લાલચી લોકો સાથે લગ્ન કરવા માંગતી નથી. જે વ્યક્તિ મારા પિતા અને ભાઈનું મહેમાનો સામે અપમાન કરી શકે, તે મારી સાથે પોતાનું જીવન કેવી રીતે વિતાવશે?"
જ્યોતિએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને જાન ખાલી હાથે પરત ફરી. વાયરલ થયેલા વીડિયોમાં જ્યોતિ ભાવુકતા સાથે રડતા કહેતી નજરે પડે છે કે, "જે મારા પરિવારનું સન્માન નથી કરતો, એવા છોકરા સાથે હું મારું જીવન ન વિતાવી શકું."
પોલીસની કાર્યવાહી અને સોશિયલ મીડિયા પ્રતિક્રિયા
કેન્ટ ઇન્સ્પેક્ટર રાજેશ કુમારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કન્યા પક્ષ તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા જ દહેજ પ્રતિષેધ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ જાનને સલામત રીતે પાછી મોકલી આપી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ દુલ્હનના આ સાહસિક નિર્ણય ની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ જ સાચી મહિલા સશક્તિકરણ છે – પરિવારની ઈજ્જત બચાવવા માટે લગ્ન તોડી નાખ્યા." આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં દહેજની કુપ્રથા પર સવાલો ઊભા કર્યા છે, અને સાથે જ દુલ્હનના મક્કમ ઈરાદાને લોકોનો જબરદસ્ત ટેકો મળી રહ્યો છે.
આ પણ વાંંચો : Skydiver Parachute Accident : હજારો ફૂટની ઊંચાઈએ પ્લેનની પૂંછડીમાં પેરાશૂટ ફસાયો, સ્કાઈડાઈવરે શું કર્યું?


