ચેતી જજો..! જો તમે બે VOTER ID કાર્ડ રાખ્યા છે તો થઇ શકે છે જેલ!
- ભારતમાં બે મતદાર કાર્ડ રાખવા ગેરકાયદેસર છે
- બે મતદાર ઓળખ કાર્ડ રાખવા બદલ સજા અને દંડની છે જોગવાઇ
- બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ રાખવાએ ગુનો છે
બિહારમાં હાલ મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને લઇ હાલ દેશમાં ઘમાસાન ચાલી રહ્યું છે. SIR સામેના વિરોધ વચ્ચે, RJD નેતા તેજસ્વી યાદવ પાસે 2 મતદાર ઓળખ કાર્ડ હોવાનો મામલો સામે આવતા રાજકિય ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપે RJD નેતા સામે FIR નોંધાવવાની માંગ કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દેશમાં બે મતદાર ઓળખ કાર્ડ (VOTER ID) રાખવા ગુનો છે? જો હા, તો આ માટે સજાની જોગવાઈ શું છે? ચાલો જાણીએ...
શું બે મતદાર ઓળખ કાર્ડ રાખવા ગુનો છે?
ભારતમાં (INDIA) બે મતદાર ઓળખ કાર્ડ (VOTER ID) રાખવા ગેરકાયદેસર છે. ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ના નિયમો હેઠળ, એક વ્યક્તિનું નામ એક કરતાં વધુ મતદાર યાદી (Voter list)માં નોંધાયેલું હોવું અથવા બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ રાખવાનો ગુનો ગણવામાં આવે છે. મહત્વનું કારણ એ છે કે મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતાને અસર કરી શકે છે. બે મતદાર ઓળખપત્ર રાખવાથી વ્યક્તિ એક કરતા વધુ વખત મતદાન કરવાનો પ્રયાસ કરી શકે છે, જે ચૂંટણી પ્રક્રિયાની વિરુદ્ધ છે.
બે મતદાર ઓળખ કાર્ડ રાખવા બદલ સજા અને દંડ
નોંઘનીય છે જો તમારી પાસે એક કરતા વધારે અર્થાત બે મતદાર કાર્ડ હોય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડિ શકે છે. ભારતીય કાયદા પ્રમાણે બે મતદાર કાર્ડ રાખવા સામે તમને એક વર્ષ જેલની સજા અથવા ભારે દંડ ફટકારવામાં આવી શકે છે.
બે મતદાર ઓળખ કાર્ડ કેમ બનાવી લે છે?
ઘણી વખત લોકો અજાણતાં બે મતદાર ઓળખ કાર્ડ બનાવી લે છે. જો કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક મતવિસ્તારથી બીજા મતવિસ્તારમાં જાય છે, તો તે નવું મતદાર ઓળખ કાર્ડ બનાવે છે અને તેઓ જૂનું મતદાર ઓળખ કાર્ડ રદ કરતા નથી. તેથી બે મતદાર ઓળખ કાર્ડ બની જતા હોય છે.
ઘરે બેઠા મતદાર ઓળખપત્ર કેવી રીતે રદ કરશો
જો તમારી પાસે બે મતદાર ઓળખપત્ર છે અને તમે એક રદ કરવા માંગો છો, તો ચૂંટણી પંચની વેબસાઇટ પર જાઓ. ત્યાં તમને મતદાર ઓળખપત્ર રદ કરવાનો વિકલ્પ મળશે.
આ પણ વાંચો- Repo Rate : ઓગસ્ટમાં રેપો રેટમાં ઘટાડાની શક્યતા, RBI લઈ શકે છે મોટો નિર્ણય


