Bengaluru : આજકાલ યુદ્ધો રમતની જેમ લડાય છે અને રમતો યુદ્ધની જેમ રમાય છે - ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
- ‘વર્લ્ડ સમિટ ઓન એથિક્સ એન્ડ લીડરશિપ ઈન સ્પોર્ટ્સ’માં વર્લ્ડ ડાયલોગનું આયોજન કરાયું
- આ વર્લ્ડ ડાયલોગનું નેતૃત્વ અગ્રણી ધર્મગુરૂ Sri Sri Ravi Shankar દ્વારા કરવામાં આવ્યું હતું
- રમતો અને સંગીત હોવા છતાં વિશ્વની તૃતિયાંશ વસ્તી આજે પણ એકલતા, હતાશા અને ઉદાસીનતા અનુભવી રહી છે - ગુરુદેવ
- આ કાર્યક્રમમાં પેલેસ્ટિયન મહિલા ફૂટબોલ ટીમના કેપ્ટન હાની થલજીહે પણ વક્તવ્ય આપ્યું હતું
Bengaluru : 7મી વર્લ્ડ સમિટ ઓન એથિક્સ ઈન બિઝનેસમાં રમતગમત ક્ષેત્રે દાખવવામાં આવતી નૈતિક્તા પર વિશદ ચર્ચા-વિચારણા માટે વર્લ્ડ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતગમત, રાજકારણ, વ્યવસાય, શિક્ષણ, NGO અને થિંક ટેન્ક ક્ષેત્રના વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી. ચર્ચા દરમિયાન પ્રશ્નો ઊઠ્યા કે શું નૈતિક મૂલ્યો સાથે પણ સફળતા મેળવી શકાય છે ? આ સ્પર્ધાત્મક દુનિયામાં પ્રામાણિક રીતે જીતવા માટે આવશ્યક બાબતો કઈ છે ? ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે (Sri Sri Ravi Shankar) એ WFEBની 7મી ‘વર્લ્ડ સમિટ ઓન એથિક્સ એન્ડ લીડરશિપ ઈન સ્પોર્ટ્સ’માં વર્લ્ડ ડાયલોગનું નેતૃત્વ કર્યુ હતું.
ગંભીર ચિંતાનો વિષય
અત્યારે દરેક ક્ષેત્રે ગળાકાપ સ્પર્ધા જોવા મળે છે. રમતગમત ક્ષેત્રમાં તો જાણે ખેલદીલીની ભાવના જ નષ્ટ થઈ ગઈ છે. તાજેતરમાં રમતગમતના ક્ષેત્રમાં રેકોર્ડ બનાવવા માટે નિયમો તોડતા નૈતિકતા વિહીન દાવપેચો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. જેના કારણે રમત અને તેની સાથે સંકળાયેલા ખેલાડીઓ, આયોજકો વગેરેની પ્રતિષ્ઠા ખરડાય છે અને દર્શકોનો વિશ્વાસ ડગમગી જાય છે. આ સમસ્યાનો ઉકેલ એ છે કે, રમતગમતની ભાવના, શ્રેષ્ઠતા અને નૈતિકતા. આ ગુણો રમતને માત્ર ગતિશીલ જ નહિ પરંતુ સમગ્ર પેઢીમાં એકતાનું નિર્માણ કરે છે અને પ્રેરણા પણ આપે છે. તેથી જ WFEBની 7મી ‘વર્લ્ડ સમિટ ઓન એથિક્સ એન્ડ લીડરશિપ ઈન સ્પોર્ટ્સ’માં વર્લ્ડ ડાયલોગનું આયોજન કર્યુ છે. જેમાં રમતગમત ક્ષેત્રે દાખવવામાં આવતી નૈતિક્તા પર વિશદ ચર્ચા-વિચારણા માટે વર્લ્ડ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ક્રિકેટર Yash Dayal સામે દુષ્કર્મનો વધુ એક કેસ દાખલ, IPL મેચ દરમિયાન પીડિતાને હોટલમાં બોલાવી હતી
ગુરુદેવનું પ્રેરણાત્મક વકત્વ્ય
WFEB દ્વારા આયોજિત 7મી વર્લ્ડ સમિટ ઓન એથિક્સ ઈન બિઝનેસમાં અગ્રણી આદ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે (Sri Sri Ravi Shankar) એ રમતગમત ક્ષેત્રે દાખવવામાં આવતી નૈતિકતા મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, રમતમાં કાં તો તમે જીતો છો અથવા બીજાને જીત અપાવો છો. આપણે હાર અને જીત બંનેની ઉજવણી કરવાનું શીખવું જોઈએ. રમવાથી જ આનંદ આવે છે. જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે રમતગમતમાં આપણે સ્વાભાવિક રીતે નૈતિક બની જઈએ છીએ નહિ તો રમતના મેદાન હિંસક બની જાય. બાળક ચાલવાનું શરૂ કરે એ પહેલાં જ રમવાનું શરૂ કરી દે છે. રમતો આપણામાં સહજ રીતે હોય છે. તેમણે એ તરફ પણ ધ્યાન દોર્યુ કે રમતો અને સંગીત હોવા છતાં વિશ્વની તૃતિયાંશ વસ્તી આજે પણ એકલતા, હતાશા અને ઉદાસીનતા અનુભવી રહી છે. આ વિચારવા જેવી વાત છે. જો આપણે આખા જીવનને એક રમત તરીકે લઈએ, તો દુનિયામાં ન તો યુદ્ધ હશે, ન દ્વેષ અને ન અવિશ્વાસ. આજકાલ યુદ્ધો રમતની જેમ લડાય છે અને રમતો યુદ્ધની જેમ રમાય છે.
શું કહે છે પેલેસ્ટિનિયન મહિલા ફૂટબોલ ટીમના કેપ્ટન ?
WFEB દ્વારા આયોજિત 7મી વર્લ્ડ સમિટ ઓન એથિક્સ ઈન બિઝનેસમાં પેલેસ્ટિનિયન મહિલા ફૂટબોલ ટીમના કેપ્ટન હાની થલજીહ (Hani Thaljih) એ કહ્યું કે, હેતુ વિના પ્રદર્શન વ્યર્થ છે. નૈતિકતા વિના સફળતા વ્યર્થ છે અને જવાબદારી વિના શક્તિ ખતરનાક છે. સાચી સફળતા માત્ર ટ્રોફીમાં નહિ પરંતુ જીવનને ઉથ્થાન આપે એમાં છે કારણ કે, રમતનું અસ્તિત્વ એકલતામાં નથી. રમત સમાજનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચોઃ Hulk Hogan Dies : WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું નિધન,71 વર્ષની ઉંમરે આવ્યો કાર્ડિયાક અરેસ્ટ


