Bhaiyaji Joshi ની મરાઠી ભાષા પર સ્પષ્ટતા,'મારું નિવેદન ખોટી ...
- મરાઠી ભાષા પર RSS નેતા ભૈયાજી જોશીનું નિવેદન
- મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું
- મરાઠી ભાષા ગર્વ અને સન્માનની ભાષા છે.
Bhaiyaji Joshi Clarification: RSS નેતા ભૈયાજી જોશી (Bhaiyaji Joshi)દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થયો. દરમિયાન ભૈય્યાજી જોશીએ કહ્યું કે ગઈકાલે મુંબઈના ઘાટકોપરમાં તેમના નિવેદનને લઈને ગેરસમજ થઈ હતી. મરાઠી મહારાષ્ટ્રની ભાષા નથી તેવો પ્રશ્ન જ ઊભો થતો નથી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. દરેક રાજ્યની પોતાની ઓળખ હોય છે.
મને મરાઠી ભાષા પ્રત્યે સન્માન છે: જોશી
તેમણે વધુમાં કહ્યું, “ભારત વિવિધ ભાષાઓ પર ચાલે છે પરંતુ જે લોકો મહારાષ્ટ્રમાં આવે છે તેઓ મરાઠી ભાષા શીખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હું પોતે મરાઠી ભાષી છું. મરાઠી મારી પણ ભાષા છે. મને મરાઠી ભાષા માટે માન છે. મરાઠી ભાષા ગર્વ અને સન્માનની ભાષા છે.
આ પણ વાંચો -Mahakumbh :UPના કૌશાંબીમાંથી બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ
શું છે સમગ્ર મામલો?
બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ભૈયાજી જોશીએ કહ્યું હતું, “દરેક વ્યક્તિએ મરાઠી શીખવું જ જોઈએ તે જરૂરી નથી.” આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો. ભૈયાજી જોશીને આ અંગે સ્પષ્ટતા આપી હતી.
#WATCH | Mumbai: On row over his statement, RSS leader Bhaiyyaji Joshi says, "Due to one of my statements, a misunderstanding has occurred. There is no question that the language of Mumbai is not Marathi. The language of Maharashtra is Marathi. Mumbai is in Maharashtra and… pic.twitter.com/1dS7kj90sa
— ANI (@ANI) March 6, 2025
આ પણ વાંચો - Mahakumbh :UPના કૌશાંબીમાંથી બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું?
મરાઠી ભાષા સંબંધિત નિવેદન પર ઉભા થયેલા વિવાદ પર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મરાઠી મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રની ભાષા છે. અહીં રહેતા કોઈપણ વ્યક્તિએ તે શીખવું જોઈએ અને બોલવું જોઈએ. વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) ના નેતાઓએ આજે જોશીના નિવેદનનો વિરોધ કરતા મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મરાઠી મુંબઈની ભાષા હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. તે જ સમયે, ઉદ્ધવે કહ્યું કે જોશી સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ.
આ પણ વાંચો - ‘I Love You ચંદા...', પત્નીને ખૂબ પ્રેમ કરતો અને તેના માટે જીવ આપી દીધો
મહારાષ્ટ્રમાં મરાઠી આપણી પહેલી ભાષા છે.
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું, “ભૈયાજી જોશીએ પોતાના કહેવા પર સ્પષ્ટતા આપી છે. હું એમ પણ કહું છું કે મહારાષ્ટ્રમાં મરાઠી આપણી પહેલી ભાષા છે. મરાઠીને એક ઉચ્ચ ભાષાનો દરજ્જો આપવો જોઈએ અને અમે પીએમ નરેન્દ્ર મોદી પાસે પણ આ માંગણી કરી હતી. તેમણે (પીએમ મોદી) મરાઠીને એક ઉચ્ચ ભાષાનો દરજ્જો પણ આપ્યો. વિપક્ષમાં જે લોકો બીજી ભાષાઓમાં પોસ્ટર લગાવતા હતા તેઓ હવે રાજકારણ કરી રહ્યા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.


