Bharat Bandh : કેન્દ્ર સરકારની કથિત 'મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી' નીતિઓ વિરુદ્ધ આજે ભારત બંધ
- બુધવારે દેશભરમાં Bharat Bandh નું એલાન આપવામાં આવ્યું છે
- 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સહયોગી સંગઠનોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો
- કેન્દ્ર સરકારની કથિત 'મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી' નીતિઓ વિરુદ્ધ હડતાળ
Bharat Bandh : કેન્દ્ર સરકાર (Central Government) ની કથિત 'મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી' નીતિઓ વિરુદ્ધ આજે બુધવારે દેશભરમાં ભારત બંધ (Bharat Bandh) નું એલાન આપવામાં આવ્યું છે. લગભગ 25 કરોડ કર્મચારીઓ તેમાં ભાગ લેશે. આ હડતાળ બેંકો, પોસ્ટ, વીમા, પરિવહન, ઉદ્યોગ, કોલસા ખાણકામથી લઈને બાંધકામ જેવા મુખ્ય ક્ષેત્રોમાં કામને અસર કરી શકે છે. ભારત બંધની અસર દેશભરમાં જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળમાં તણાવપૂર્ણ સ્થિતિ
કેન્દ્ર સરકારની કથિત 'મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી' નીતિઓ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ' ભારત બંધ' (Bharat Bandh)ને લઈને તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું છે. શહેરના મુખ્ય સ્થળોએ બંધના સમર્થકો એકઠા થયા. બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. પ્રદર્શનકારીઓએ બસ સેવાઓ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે સ્થાનિક સ્તરે તણાવ વધ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં, પોલીસે બંધ સમર્થકોને ઘેરી લીધા હતા અને 7 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
#WATCH | West Bengal | Defying police presence, members of the Left parties' union enter Jadavpur railway station to block the railway tracks to mark their protest against the central govt's "pro-corporate" policies
The trade unions have alleged that the central government is… pic.twitter.com/3mjg83ghLW
— ANI (@ANI) July 9, 2025
બિહારમાં ટ્રેન રોકી દેવાઈ
બિહારમાં RJD ની વિદ્યાર્થી મોરચાના સભ્યોએ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સાથીઓના સંયુક્ત મંચ દ્વારા આપવામાં આવેલા 'ભારત બંધ'ના સમર્થનમાં જહાનાબાદ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પણ અડચણો ઊભી કરીને ટ્રેન રોકી દીધી છે.
#WATCH | Bihar | Members of RJD's students' wing block the train tracks at Jehanabad railway station, supporting 'Bharat Bandh' called by a joint forum of 10 central trade unions and their affiliates pic.twitter.com/SNPhpPXZbY
— ANI (@ANI) July 9, 2025
કોલકાતામાં ડ્રાયવર્સે પહેર્યા હેલમેટ
કોલકાતાના જાધવપુર 8B બસ સ્ટેન્ડ નજીક ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને 'ભારત બંધ' છતાં જાધવપુરમાં ખાનગી અને સરકારી બસો ચાલી રહી હોવાથી સલામતી માટે બસ ડ્રાયવર્સ હેલ્મેટ પહેરીને ડ્યૂટી કરી રહ્યા છે. કોલકાતામાં ડાબેરી પક્ષોના યુનિયનો 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા 'ભારત બંધ'માં જોડાઈ રહ્યા છે. તેમનો આરોપ છે કે કેન્દ્ર સરકાર કામદારોના અધિકારોને નબળા પાડતા આર્થિક સુધારાઓને આગળ ધપાવી રહી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સરકારી બસ ડ્રાયવર્સેએ સાવચેતી તરીકે હેલ્મેટ પહેર્યા છે, કારણ કે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે 'ભારત બંધ'નું એલાન આપ્યું છે.
#WATCH | Kolkata | Heavy police force deployed near Jadavpur 8B bus stand and bus drivers wear helmets for protection as private and state-run buses operate in Jadavpur despite the 'Bharat Bandh'.
The 'Bharat Bandh' has been called by 10 central trade unions, alleging that the… pic.twitter.com/6iUcOwjLm2
— ANI (@ANI) July 9, 2025
અનેક ક્ષેત્રો પ્રભાવિત
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા 'ભારત બંધ'નું એલાન આપવામાં આવ્યું છે, જેનો આરોપ છે કે કેન્દ્ર સરકાર કામદારોના અધિકારોને નબળા પાડતા આર્થિક સુધારાઓને આગળ ધપાવી રહી છે. 'બંધ' હેઠળ, સરકારી જાહેર પરિવહન, સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના એકમો, બેંકિંગ અને વીમા સેવાઓ, પોસ્ટલ કામગીરી, કોલસા ખાણકામ અને ઔદ્યોગિક ઉત્પાદન જેવા ક્ષેત્રો પ્રભાવિત થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Bihar : મતદાર યાદી સમીક્ષાનો અમલ સમગ્ર દેશમાં કરવા સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી


