ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharat Ratna All Deatails: જાણો... ભારત રત્ન કોને મળે છે અને શું સુવિધાઓ આપવામાં આવે છે ?

Bharat Ratna All Deatails: ભારત સરકારે અત્યારમાં સુધીમાં 5 લોકોને આ વર્ષના દરમિયા ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. જો કે એક વર્ષના સમયગાળામાં માત્ર 3 લોકોને જ આપવામાં આવે છે. It is a matter of immense joy that the...
07:32 PM Feb 09, 2024 IST | Aviraj Bagda
Bharat Ratna All Deatails: ભારત સરકારે અત્યારમાં સુધીમાં 5 લોકોને આ વર્ષના દરમિયા ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. જો કે એક વર્ષના સમયગાળામાં માત્ર 3 લોકોને જ આપવામાં આવે છે. It is a matter of immense joy that the...
Know... Who gets Bharat Ratna and what facilities are provided?

Bharat Ratna All Deatails: ભારત સરકારે અત્યારમાં સુધીમાં 5 લોકોને આ વર્ષના દરમિયા ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. જો કે એક વર્ષના સમયગાળામાં માત્ર 3 લોકોને જ આપવામાં આવે છે.

ત્યારે આ વર્ષે ભારત સરકાર BJP નેતા લાલ કૃષ્ણ અડવાણી, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર, ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવ અને મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. PM Narendra Modi એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

ભારત રત્ન કોને આપવામાં આવે છે?

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન, લોકસેવા અને રમતગમત જેવી રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. ભારત રત્ન એવા લોકોને આપવામાં આવે છે જેઓ તેમના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય અને યોગદાન દ્વારા દેશને ગૌરવ અપાવે છે. ભારત રત્ન મેળવનાર કોઈપણ ક્ષેત્રમાંથી હોઈ શકે છે.

ભારત રત્ન પ્રાપ્ત કરવા પર શું સુવિધાઓ મળે છે ?

ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિને કોઈ પૈસા આપવામાં આવતા નથી. તે ઉપરાંત એવોર્ડ મેળવનાર વ્યક્તિઓને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ કોઈપણ રાજ્યની મુલાકાતે જાય તો ત્યાંની સરકાર તેને રાજ્યના મહેમાન તરીકે આવકારે છે. તેમને રાજ્યમાં પરિવહન, રહેવાની અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સરકાર ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને Warrant of Presidency માં સ્થાન આપાય છે, જેનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં પસંદગી આપવા માટે થાય છે.

જો પરિવારને મરણોત્તર સન્માન મળે તો તેના માટે શું નિયમો છે?

જો કોઈ વ્યક્તિને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવે છે. તો તેનું નામ તેને આપવામાં આવેલ ભારત રત્ન ઉમેરીને મૌખિક રીતે લેવામાં આવે છે. રાજ્ય સરકાર તેમના પરિવારના સભ્યો જેમ કે જીવનસાથી અને બાળકો માટે મહેમાન સુવિધાઓ પણ પૂરી પાડે છે. તેમને Personl Staff અને Driver પણ આપવામાં આવે છે. જો કે, પરિવાર માટે સુવિધાઓ અંગે હજુ સુધી કોઈ લેખિત સૂચના જારી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: PM Modi with MPs: પીએમ મોદીએ 8 સાંસદો સાથે કર્યું લંચ, જાણો… શું વાતચીત થઈ પીએમ અને સાંસદો વચ્ચે ?

Tags :
awardBharat RatnaBharat Ratna All DeatailsfacilitiesGujaratGujaratFirstNationalpm modipm narendra modiSecurity
Next Article