Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી સરકારનો મોટો નિર્ણય, વધતા પ્રદૂષણના કારણે શાળાઓ બંધ

દિલ્હીમાં પ્રદૂષણના કારણે શાળાઓ બંધ હવા ગુણવત્તા 'ગંભીર': પ્રાથમિક શાળાઓ ઑનલાઇન દિલ્હીમાં GRAP સ્ટેજ III લાગુ Air Pollution in Delhi : દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર કાબૂથી બહાર જઇ રહ્યું છે, અને શહેર ધીમે ધીમે 'ગેસ...
દિલ્હી સરકારનો મોટો નિર્ણય  વધતા પ્રદૂષણના કારણે શાળાઓ બંધ
Advertisement
  • દિલ્હીમાં પ્રદૂષણના કારણે શાળાઓ બંધ
  • હવા ગુણવત્તા 'ગંભીર': પ્રાથમિક શાળાઓ ઑનલાઇન
  • દિલ્હીમાં GRAP સ્ટેજ III લાગુ

Air Pollution in Delhi : દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર કાબૂથી બહાર જઇ રહ્યું છે, અને શહેર ધીમે ધીમે 'ગેસ ચેમ્બર'માં ફેરવાઈ ગયું છે. આ ભારે પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ રહી છે. કેટલીક વ્યક્તિઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં દિલ્હીની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

શાળાઓ બંધનો આદેશ

દિલ્હીમાં 5મા ધોરણ સુધીની તમામ શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. આ નિર્ણય બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે, અને સરકાર તમામ પ્રાથમિક શાળાઓને ઓનલાઇન વર્ગોમાં પરિવર્તિત કરવાનો વિચાર કરી રહી છે. મુખ્યમંત્રી આતિશીએ X (અગાઉનું ટ્વિટર) પર આ માહિતી શેર કરી અને જણાવ્યું કે, પ્રદૂષણના ગંભીર સ્તરને કારણે શાળાઓ બંધ રહેશે, અને વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ ન આવે તે માટે ઑનલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે.

Advertisement

Advertisement

હવા ગુણવત્તા 'ગંભીર' સ્તરે પહોંચી

દિલ્હી અને એનસીઆર (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) માં હવામાં ધુમ્મસ અને પ્રદૂષણ એટલા પ્રમાણમાં વધી ગયું છે કે AQI (એર ક્વાલિટી ઈન્ડેક્સ) 'ગંભીર' શ્રેણીમાં આવી ગયો છે. ગુરુવારે સવારે AQI 428 પર નોંધાયો, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) ને ચરમ તબક્કા III પર અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે હજુ વધારે સાવચેત ઉપાય લેવાશે.

GRAPના વિવિધ તબક્કા

GRAP પ્લાનને, દિલ્હીમાં હવાની ગુણવત્તાના આધારે, 4 તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યો છે. GRAPના આ તબક્કાઓ મુજબ, જો AQI 201-300 છે તો તે 'ખરાબ' (સ્ટેજ I) ગણાય છે, 301-400 'ખૂબ જ ખરાબ' (સ્ટેજ II) ગણાય છે, 401-450 'ગંભીર' (સ્ટેજ III) છે અને 450થી ઉપર 'અતિ ગંભીર' (સ્ટેજ IV) માનવામાં આવે છે. હાલમાં, GRAP સ્ટેજ III લાગુ કરવામાં આવ્યો છે.

GRAP તબક્કા IIIમાં કઈ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવશે?

GRAP તબક્કા III લાગુ થતાં, નગરોમાં બાંધકામ અને ડિમોલિશનના તમામ પ્રોજેક્ટ્સને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યા છે. ઉપરાંત, નોન-ઈલેક્ટ્રિક, નોન-CNG અને નોન-BS-VI ડીઝલ વાળી વાહનોને રોકી દેવામાં આવ્યા છે. જરૂરી ન હોય તેવી બિનઆવશ્યક ખાણકામ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી છે. વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને મુખ્ય માર્ગો પર પાણીના છંટકાવ કરવામાં આવી રહ્યા છે જેથી ધૂળને કાબૂમાં રાખી શકાય.

આ પણ વાંચો:  દિલ્હીની હવામાં ઝેર! લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો

Tags :
Advertisement

.

×