Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, KV સુબ્રમણ્યને IMFમાંથી પાછા બોલાવ્યા; કાર્યકાળના 6 મહિના પહેલા સેવા ખતમ કરી

IMFમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યમને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. તેઓ 1 નવેમ્બર, 2022થી આ પદ પર હતા.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય  kv સુબ્રમણ્યને imfમાંથી પાછા બોલાવ્યા  કાર્યકાળના 6 મહિના પહેલા સેવા ખતમ કરી
Advertisement
  • મોદી સરકારનો મોટો નિર્ણય
  • ડૉ. KV સુબ્રમણ્યનની સેવા ખતમ કરી 
  • IMF બોર્ડની સમીક્ષા બેઠક પહેલા નિર્ણય

Krishnamurthy V Subramanian: કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ભારત) તરીકે ફરજ બજાવતા ડૉ. કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યન (KV Subramanian) ની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની મંજૂરી આપી છે. તેમને 1 નવેમ્બર, 2022 થી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સુવિધાઓ અંગે IMF બોર્ડની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોણ છે KV સુબ્રમણ્યમ ?

KV સુબ્રમણ્યમ ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) રહી ચૂક્યા છે. તેમણે 2018 થી 2021 સુધી સૌથી નાની ઉંમરના CEAનું બિરુદ પણ પોતાના નામે કર્યુ હતું. ભારત સરકારને સમયાંતરે અર્થતંત્રની સ્થિતિ અને આર્થિક સુધારાઓ અંગે સલાહ આપવા ઉપરાંત, CEA દર વર્ષે બજેટ પહેલાં આર્થિક સર્વેક્ષણ કરવા માટે પણ જવાબદાર છે. તેઓ RBI અને SEBIની નિષ્ણાત સમિતિનો પણ ભાગ રહી ચૂક્યા છે. તેઓ બંધન બેંકના ડિરેક્ટર બોર્ડનો પણ ભાગ રહી ચૂક્યા છે.

Advertisement

વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાં નામ

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનું નામ બેંકિંગ, કોર્પોરેટ ક્ષેત્ર અને આર્થિક નીતિના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાં ગણાય છે. બેંકિંગ, કાયદો અને નાણાં, નવીનતાઓ, આર્થિક વિકાસ અને કોર્પોરેટ ગવર્નન્સ જેવા વિવિધ વિષયો પરના તેમના સંશોધન પત્રો વિશ્વના અગ્રણી જનરલોમાં પ્રકાશિત થયા છે. તેમણે ભૂતપૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનના માર્ગદર્શન હેઠળ શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. આ સાથે, તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) માંથી પણ અભ્યાસ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો :  India-Pakistan Border: ભારત-પાકિસ્તાન સરહદ પર પકડાયો Pak રેન્જર , BSFએ તેને કસ્ટડીમાં લીધો

Tags :
Advertisement

.

×