PM Modi Biha : ચૂંટણી પહેલા બિહારમાં મોટો ખેલ! PM મોદીની સભામાં દેખાયા RJDના બે ધારાસભ્ય
- બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે (PM Modi Biha)
- PM Modi ગયામાં RJDના બે ધારાસભ્ય જોવા મળ્યા
- સ્ટેજ પર જોવા મળતા બિહારનું રાજકારણ ગરમાયું
PM Modi Biha : બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi Biha)ના ગયા પ્રવાસ દરમિયાન RJDના બે ધારાસભ્ય(RJD MLA Defectio) સ્ટેજ પર જોવા મળ્યા હતા. નવાડાના ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર PM મોદીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ બન્ને ધારાસભ્યો વડાપ્રધાન સાથે સ્ટેજ પર જોવા મળતા બિહારનું રાજકારણ ગરમાયું છે.
PM મોદી સાથે સ્ટેજ પર જોવા મળેલા બે ધારાસભ્ય કોણ છે? (PM Modi Biha)
વિભા દેવી RJDની ટિકિટ પર 2020 વિધાનસભા ચૂંટણીમાં નવાડા બેઠક પરથી જીત્યા હતા. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર શ્રવણ કુમારને 26,310 મતથી હરાવ્યા હતા. વિભા દેવી રાજવલ્લભ યાદવના પત્ની છે. પતિના જેલ ગયા બાદ તે રાજકારણમાં એક્ટિવ થયા હતા. નવાડા બેઠક પરથી જીત મેળવ્યા બાદ લાલુ-તેજસ્વી કેમ્પના ઘણા મહત્ત્વના ધારાસભ્ય ગણાય છે.
આ પણ વાંચો -Supreme Court : SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ
રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર પણ PM મોદી સાથે સ્ટેજ પર જોવા મળ્યા
બીજી તરફ રાજૌલી વિધાનસભા (SC સીટ)ના RJDના ધારાસભ્ય પ્રકાશ વીર પણ 2020માં પાર્ટીને જીતાડવામાં સફળ રહ્યા હતા. પ્રકાશ વીરે ભાજપના ઉમેદવાર કન્હૈયા કુમારને 12,593 મતથી હરાવ્યા હતા. પ્રકાશ વીર લાંબા સમયથી RJD સાથે જોડાયેલા છે.પ્રકાશ વીર PM મોદી સાથે સ્ટેજ શેર કરવા પર કહ્યું કે, તે વડાપ્રધાન મોદીના કામકાજથી પ્રભાવિત છે. આ સાથે જ તેમણે કહ્યું કે જો તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી થાય છે તો તેનો કોઇ ડર નથી. પ્રકાશ વીરનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે પાર્ટી લાઇનથી હટીને તે કાર્યવાહી થવા પર અલગ રસ્તો પકડી શકે છે.
આ પણ વાંચો -CM Rekha Gupta: દિલ્હીના CM રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી મોટી ચૂક,શખ્સે કાર્યક્રમમાં ઘુસી લગાવ્યા નારા
ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે
બિહાર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર અથા નવેમ્બર મહિનામાં યોજાઇ શકે છે.હાલની 17મી બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025ના રોજ સમાપ્ત થાય છે.