Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અદાણી ગ્રુપને એરપોર્ટ ડિલ પર મોટી રાહત , GST આપવાની કોઇ જરૂર નહીં

સોદા પર GST લાગુ નહીં પડે  જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી અદાણી ગ્રુપને સોંપવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના સોદા પર GST લાગુ પડતો નથી. જી હા આ વાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલીંગ્સે તેના એક નિર્ણયમાં કહી છે. AAI એ...
અદાણી ગ્રુપને એરપોર્ટ ડિલ પર મોટી રાહત   gst આપવાની કોઇ જરૂર નહીં
Advertisement

સોદા પર GST લાગુ નહીં પડે 

જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી અદાણી ગ્રુપને સોંપવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના સોદા પર GST લાગુ પડતો નથી. જી હા આ વાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલીંગ્સે તેના એક નિર્ણયમાં કહી છે. AAI એ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ (AAR) ની રાજસ્થાન-બેંચને પૂછ્યું હતું કે શું અદાણી જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને બિઝનેસ સોંપવા પર GST લાગુ થશે,જેના જવાબમાં આ વાત સામે આવી. મહત્વપૂર્ણ છે કે અદાણી ગ્રુપે ઓક્ટોબર 2021માં AAI પાસેથી જયપુર એરપોર્ટનું સંચાલન અને વિકાસનું કામ સંભાળ્યું હતું. ભારત સરકારે એરપોર્ટને 50 વર્ષ માટે લીઝ પર આપ્યું હતું.

Advertisement

શું છે સમગ્ર મામલો ?
AAIએ પૂછ્યું હતું કે તે જાણવા માગે છે કે શું આ ડીલને ગોઇંગ કન્સર્ન કહી શકાય તેમ છે. . તમને જણાવી દઇએ કે જ્યારે સમગ્ર વ્યવસાયને સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે ભવિષ્યમાં તેને સ્વતંત્રરૂપે ચલાવી શકાય છે..આ સ્થાનાંતરણને ગોઇંગ કન્સર્ન કહેવામાં આવે છે. આના પર જીએસટી લાગુ નથી . અગ્નિ નિર્ણય પ્રાધિકરણ એએઆરને 20 માર્ચ 2023ના પોતાના ફેંસલામાં કહ્યું કે એએઆઇ અને અદાણી જયપૂર ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે 16 જાન્યુઆરી 2021ના રોજ થયેલી સમજુતી ગોઇંગ કન્સર્ન છે.

Advertisement

અદાણી ગ્રૂપે ઓક્ટોબર, 2021માં AAI પાસેથી જયપુર એરપોર્ટનું સંચાલન,વિકાસનું કામ સંભાળ્યું હતું. તાજેતરમાં એવા સમાચાર હતા કે અદાણી જૂથ ભવિષ્યમાં ઘણા વધુ એરપોર્ટ માટે બિડ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી એરપોર્ટના સીઈઓ અરુણ બંસલે કહ્યું હતું કે અમે એરપોર્ટ માટે આગળ પણ કામ કરવા માંગીએ છીએ. આગામી દિવસોમાં વધુ એરપોર્ટ માટે બિડિંગ કરવામાં આવશે. હાલમાં અદાણી પાસે 6 મોટા એરપોર્ટના સંચાલનની જવાબદારી છે.

Tags :
Advertisement

.

×