Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી અંગે મોટી અપડેટ, આજે રાત્રે થઈ શકે છે જાહેર

ભાજપ એક કે બે દિવસમાં દિલ્હી ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી શકે છે. આ દરમિયાન, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિલ્હીના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો છે.
દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી અંગે મોટી અપડેટ  આજે રાત્રે થઈ શકે છે જાહેર
Advertisement
  • ભાજપ દિલ્હી ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી શકે છે
  • જેપી નડ્ડાના નિવાસસ્થાને પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ
  • બેઠકમાં દિલ્હીના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો

Delhi Assembly Elections 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ 70 બેઠકો માટે મતદાન થવાનું છે, જ્યારે પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસસ્થાને ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ, પ્રવીણ ખંડેલવાલ, કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, દિલ્હી ચૂંટણી માટે ભાજપના પ્રભારી બૈજયંત પાંડા, ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા અને પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહ પણ હાજર હતા. બેઠકમાં બાકીના 41 ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી.

સાંસદ યોગેન્દ્ર ચંદૌલીએ કહ્યું ...

કોર ગ્રુપની બેઠકમાં હાજરી આપ્યા બાદ બહાર આવેલા ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સાંસદ યોગેન્દ્ર ચંદૌલીએ કહ્યું કે, 41 બેઠકો પર અમારો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. અમારા સર્વેને સાંસદોના મંતવ્યો સાથે સરખાવવામાં આવશે. આ પછી તેના પર વિચાર કરવામાં આવશે. અમારા નેતાઓ દરેક બેઠક અને ઉમેદવાર પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો

Advertisement

આ સાંસદોને મળી શકે છે તક

બીજી યાદીમાં ઘણા સાંસદોને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જેમાં મીનાક્ષી લેખી, ડો. હર્ષવર્ધન અને હંસરાજ હંસને ઉમેદવાર બનાવી શકાય છે. આ ઉપરાંત, પાર્ટી કાલકાજીથી પણ પોતાનો ઉમેદવાર બદલી શકે છે. પાર્ટીએ અહીંથી સીએમ આતિશી સામે રમેશ બિધુરીને મેદાનમાં ઉતાર્યા છે. રમેશ બિધુરીએ થાડા દિવસ અગાઉ સીએમ આતિશી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

નવી દિલ્હી અને કાલકાજી વચ્ચે રસપ્રદ મુકાબલો

તમને જણાવી દઈએ કે, ભાજપે 4 જાન્યુઆરીએ પોતાની પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં 29 નામ હતા. આમાં 7 નેતાઓ એવા હતા જેઓ AAP અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં કોંગ્રેસે 70 માંથી 48 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે AAP એ બધી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ વખતે કાલકાજી બેઠક પર ખૂબ જ રસપ્રદ મુકાબલો થવાનો છે. કોંગ્રેસે અહીંથી અલકા લાંબાને, AAPએ CM આતિશીને અને ભાજપે રમેશ બિધુરીને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે.

કાલકાજી ઉપરાંત, બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો પણ આ વખતે અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં છે. ભાજપે અહીં પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

Tags :
Advertisement

.

×