મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ, ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો પાર્ટી છોડીને શિંદે જુથ સાથે જોડાશે
- ઉદ્ધવ ઠાકરે જુથના 9 સાંસદો પૈકી 6 સાંસદો છોડશે પાર્ટી
- શિંદે જુથ દ્વારા લાંબા સમયથી ઓપરેશન ટાઇગર ચાલી રહ્યું હતું
- પક્ષ પલટાના કાયદાથી બચવા 6 સાંસદો પાર્ટી છોડે તે જરૂરી હતું
નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ શિવસેના (UBT)માં ઘણી બેચેની છે. ઘણા નેતાઓ પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત છે. આ દરમિયાન, એક એવા સમાચાર બહાર આવ્યા છે જેનાથી ઠાકરે જૂથમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં, ઉદ્ધવ જૂથના છ સાંસદો પાર્ટી છોડી શકે છે.
6 સાંસદો લાંબા સમયથી હતા શિંદેના સંપર્કમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે જૂથના છ સાંસદો શિંદે જૂથના સંપર્કમાં છે. ઓપરેશન ટાઈગર દ્વારા, ઠાકરે જૂથના 9 માંથી 6 સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આગામી સંસદ સત્ર પહેલા આ ઝુંબેશ પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો : શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો? આજે MPC પર સૌની નજર
ઓપરેશન ટાઇગર લાંબા સમયથી હતું ચર્ચામાં
'ઓપરેશન ટાઇગર' અંગે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. પક્ષપલટા વિરોધી કાયદાને કારણે, છેલ્લા કેટલાક દિવસોથી 6 સાંસદોની સંખ્યા એકત્રિત કરવા માટે સાંસદોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. જો આ કાયદાને નિરસ્ત કરવો હોય, તો 9 માંથી 6 ઠાકરે સાંસદોએ અલગ થવું પડે. નહીં તો અલગ થયેલા જૂથ સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તેથી, પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે 6 સાંસદોની સંખ્યા મહત્વપૂર્ણ હતી. એટલા માટે ટોટલ 6 સાંસદોને મનાવવામાં સમય લાગ્યો હતો.
આખરે શિંદેને મળી મોટી સફળતા
આ દરમિયાન, એકનાથ શિંદેની શિવસેના આખરે 6 સાંસદોને મનાવવામાં સફળ રહી છે અને એવું બહાર આવ્યું છે કે પડદા પાછળ સતત બેઠકો ચાલી રહી હતી. એવા અહેવાલ છે કે, છ સાંસદો શિંદે જૂથમાં જોડાવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં પોતાની પાર્ટી શિવસેના (ઉદ્ધવ) છોડીને તેઓ શિંદે જુથ સાથે જોડાશે. ભાજપ પણ આ મામલે શિંદેને ટેકો આપી રહ્યું છે. આ સાથે, કેટલાક ધારાસભ્યો પણ સંપર્કમાં હોવાના સમાચાર છે. જોકે, ધારાસભ્યો અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : BJP ની સરકાર બને તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે? રેસમાં આ 5 નામ સૌથી આગળ


