Bihar Election 2025 : 12 IPS અધિકારીઓની ટ્રાન્સફર પાછળ નીતિશ કુમારનો માસ્ટર સ્ટ્રોક કે પછી... ?
- બિહારના 12 IPS ની ટ્રાન્સફર સાગમટે કરી દેવાતા અનેક તર્ક વિતર્કો
- રાજકીય વર્તૂળ આ ટ્રાન્સફરને Nitish Kumar નો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે
- રાજ્ય ગૃહ વિભાગે કાર્યક્ષમતા જાળવવાનો સરકારી જવાબ આપ્યો છે
Bihar Election 2025 : આવનારા દિવસોમાં વિધાનસભા ચૂંટણી અને વધતા જતા ગુનાને ધ્યાનમાં રાખીને બિહાર ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કર્યો છે. 12 IPS અધિકારીઓની સાગમટે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ઘણા અધિકારીઓને પટનાથી બહાર પણ મોકલી દેવામાં આવ્યા છે. આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના દર્શાવતો પરિપત્ર પણ જારી કરવામાં આવી છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ બદલીઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) ના આદેશ પર કરવામાં આવી છે.
સંવેદનશીલ સ્થળો પર IPS ને અપાઈ ટ્રાન્સફર ?
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ અને રાજ્યમાં દરરોજ બની રહેલી મોટી ગુનાહિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરબદલ કરીને રાજ્યના 12 IPS અધિકારીઓની બદલી એકસાથે કરી છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર પટનાના પોલીસ અધિક્ષક (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમાર (Sanjay Kumar ) ને સારણના SP (ગ્રામીણ) તરીકે મોકલવામાં આવ્યા છે. સારણના એસપી શિખર ચૌધરીને કટિહારના એસપીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કટિહારના એસપી વૈભવ શર્માને પટણાના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) માં એસપીની જવાબદારી સોંપવામાં આવી છે. વૈભવ શર્માના નેતૃત્વમાં કટિહાર પોલીસે તાજેતરના મહિનાઓમાં ઘણા ગુનાહિત કેસ સફળતાપૂર્વક ઉકેલ્યા છે, જેના કારણે તેમની બદલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Bihar: 12 IPS officers transferred #IPStransfer #Bihar #bureaucracy pic.twitter.com/2gQIqEtjoR
— Legend Officers (@legendofficers) July 11, 2025
કાર્યક્ષમતા જાળવવા લેવાયો નિર્ણય
પટણા વિજિલન્સ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના એસપી મનોજ કુમારને બેગુસરાયમાં BMP-8 (બિહાર મિલિટરી પોલીસ) ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે બિહાર મિલિટરી પોલીસને હવે વિજિલન્સ બ્યુરોમાં તેમના અનુભવનો ફાયદો થશે. ખાસ કરીને ફોર્સ અલોટમેન્ટ અને ડીસીપ્લિનના મામલામાં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્સફરનો હેતુ વહીવટી તંત્રને વધુ અસરકારક અને જવાબદાર બનાવવાનો છે. બિહાર સરકાર સમયાંતરે IPS અધિકારીઓની બદલી કરતી રહે છે જેથી વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં કાર્યક્ષમતા જળવાઈ રહે.
આ પણ વાંચોઃ EARTHQUAKE BREAKING : દિલ્હી NCR ની ધરા ધ્રુજી, 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
શૈશવ યાદવને પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ધકેલાયા
પટણાના સહાયક પોલીસ મહાનિરીક્ષક શૈશવ યાદવ (Shaishav Yadav) ને લશ્કરી પોલીસ તાલીમ કેન્દ્ર ડુમરાવના કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. બગાહાના સ્વાભિમાન સ્પેશિયલ આર્મ્ડ પોલીસ ફોર્સના કમાન્ડન્ટ મિથિલેશ કુમારને પટણા પોલીસ મુખ્યાલયમાં રાહ જોવાની યાદીમાં રાખવામાં આવ્યા છે. તે જ સમયે નવજોત સિમીને બેગુસરાયના સ્પેશિયલ આર્મ્ડ પોલીસ-8ના કમાન્ડન્ટથી બેગુસરાયના સ્પેશિયલ આર્મ્ડ પોલીસ-19ની જવાબદારી સોંપવામાં આવી છે. નવજોત સિમી પાસે પહેલાથી જ BMP-19નો વધારાનો હવાલો હતો.
આ પણ વાંચોઃ Madhya Pradesh : ડિલિવરી ડેટ આપો, મહિલાને ઉઠાવી લઈશું', ભાજપ સાંસદે ખરાબ રસ્તાની ફરિયાદની ઠેકડી ઉડાડી


