Bihar Election : મતદાર યાદીમાં તમામ લાયક મતદારોનો સમાવેશ કરવામાં આવશે - ચિફ ઈલેક્શન ઓફિસર
- બિહારમાં મતદાર યાદીની સમીક્ષાનો વિવાદ વકર્યો
- અંદાજિત 2 કરોડથી વધુ મતદારોની સમીક્ષા હાથ ધરાઈ છે
- વિપક્ષે સમયસર મતદાનનો મુદ્દો ઉઠાવ્યો છે
- બિહારના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે SIR મુદ્દે આપ્યું નિવેદન
Bihar Election : અત્યારે ચૂંટણી પંચ તરફથી બિહારની મતદાર યાદીમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision-SIR) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ SIR મુદ્દે આક્ષેપબાજી અને વિવાદ પણ થઈ રહ્યા છે. બિહારના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) એ આ સમગ્ર વિવાદ પર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ સમયસર થઈ રહ્યું છે. આમાં ચૂંટણી સ્ટાફ અને તમામ રાજકીય પક્ષોની સક્રિય ભાગીદારી છે અને તે સંપૂર્ણપણે પારદર્શક છે. CEC એ કહ્યું કે કેટલાક લોકોની આશંકા છતાં, SIR ખાતરી કરશે કે બધા લાયક મતદારોનો સમાવેશ થાય.
વિપક્ષે વ્યક્ત કરી ચિંતા
ઈન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મુદ્દે ચૂંટણી પંચને મળ્યા હતા. તેમણે SIR માં લાગતા સમય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું માનવું છે કે, આ વિશાળ કાર્ય બિહારના 2 કરોડથી વધુ મતદારોને મતદાનથી વંચિત રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથા વિધાનસભા ચૂંટણી પહેલા જ કરવામાં આવી રહી છે. જો કે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના મતે 22 વર્ષ પછી થઈ રહેલો આ સુધારો તમામ રાજકીય પક્ષોની સક્રિય ભાગીદારીથી સમયસર થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ IG Dronesને મળ્યું પ્રથમ સ્વદેશી ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ, આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું
6 રાજ્યોમાં થશે SIR
ચૂંટણી પંચ આ વર્ષે 6 રાજ્યોમાં મતદાર યાદી માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કરશે. SIR ની શરુઆત બિહારથી શરૂ થઈ છે. તેનો હેતુ જન્મ સ્થળની તપાસ કરીને વિદેશી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દૂર કરવાનો છે. આ વર્ષના અંતમાં બિહારમાં ચૂંટણીઓ યોજાવાની છે. વર્ષ 2026 માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી બિહાર બાદ SIR અન્ય રાજ્યોમાં પણ હાથ ધરવામાં આવશે. બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિત વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર વિદેશી ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ પગલું મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે.
विशेष गहन पुनरीक्षण- 2025
🔹 हाउस टू हाउस सर्वेक्षण: 🗓️ 25 जून से 26 जुलाई 2025
🔹 ड्राफ्ट मतदाता सूची का प्रकाशन: 🗓️ 1 अगस्त 2025
🔹 दावे एवं आपत्तियाँ दाखिल करने की अवधि: 🗓️ 1 अगस्त से 1 सितंबर 2025 pic.twitter.com/g1oYQFuN44— Chief Electoral Officer, Bihar (@CEOBihar) July 3, 2025
આ પણ વાંચોઃ MONSOON SESSION : સાંસદના ચોમાસુ સત્ર પૂર્વે 19 જુલાઇએ સર્વપક્ષીય બેઠકનું આયોજન


